🔥 TRENDING हजारीबाग‑बगोदर के राष्ट्रीय उच्च पथ पर... 1 ਜਨਵਰੀ ਤੋਂ ਬਦਲ ਜਾਣਗੇ ਹਵਾਈ ਟਿਕਟ ਦੇ ਨਿਯ... मनोहर सिंह भाटी ने बताया मतोडा से અરવલ્લી પોલીસ અધિકારીઓએ સતર્કતા જાગૃતિ... રાજપાર્દીમાં નિવૃત્ત જવાન કનુભાઈ વસાવા... காரைக்குடியில் நடைபெற்ற கல்லறை திருவிழ...
02 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અબડાસામાં ખનીજ ચોરી સામે ફ્લાઈંગ સ્ક્વોડની મોટી કાર્યવાહી ! કોઠારા-ભેદી નદી વિસ્તારમાં ગેરકાયદે રેતી ખનન ઝડપાયું ૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 02 Nov 2026, 07:32 PM 👁 27
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અબડાસામાં ખનીજ ચોરી સામે ફ્લાઈંગ સ્ક્વોડની મોટી કાર્યવાહી કોઠારા-ભેદી નદી વિસ્તારમાં ગેરકાયદે રેતી ખનન ઝડપાયું ૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કચ્છ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ભુજની મદદનીશ નિયામક (ફ્લાઈંગ સ્ક્વોડ)ની ટીમે અબડાસા તાલુકામાં ખનીજ ચોરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી હતી.વારંવાર મળતી ફરિયાદોના આધારે તા.૦૨/૧૧/૨૦૨૬ના રોજ કોઠારા-ભેદી ગામ નજીક નદી વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન સાદી રેતીનું ગેરકાયદે ખનન અને વહન થતું હોવાનું સામે આવતાં એક લોડર મશીન,એક ડમ્પર અને એક ટ્રક સહિત અંદાજે ૫૯ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.જપ્ત કરાયેલા તમામ વાહનોને સીઝ કરી કોઠારા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે.આ મામલે ખાણ ખનીજ વિભાગ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે
📲Get App