🔥 TRENDING मुरबाडमध्ये आगरी सेनेच्या वतीने ‘विद्य... मुरबाडमध्ये आगरी सेनेच्या वतीने ‘विद्य... રાજકોટની સારાઝા હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટ... 5 नवंबर को मुंगरा बादशाहपुर बाईपास का... माउंट आबू मामले का फरार आरोपी गुजरात स... Agra जेल में बंद शिक्षक को 10 महीने तक...
02 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નર્મદા જિલ્લા માહિતી કચેરીમાં સતર્કતા જાગૃતિ સપ્તાહની ઉજવણી, કર્મચારીઓએ લીધા નિષ્ઠાના શપથ

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 02 Nov 2026, 02:50 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભ્રષ્ટાચારના નિર્મૂલન અને સરકારી વહીવટમાં પારદર્શિતા, જવાબદારી તથા પ્રામાણિકતાની ભાવનાને પ્રોત્સાહન આપવા રાજ્યભરમાં ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬’ની ઉજવણી કરવામાં આવી રહી છે.
જેના ભાગરૂપે નર્મદા જિલ્લા માહિતી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ સામૂહિક રીતે ફરજ પ્રત્યે નિષ્ઠા અને પ્રામાણિકતાના શપથ લીધા હતા. આ પ્રસંગે કર્મચારીઓએ પોતાની ફરજ જવાબદારીપૂર્વક અને નિષ્ઠાથી નિભાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
સાથે જ જાહેર સેવાઓમાં પારદર્શિતા જાળવવા, ભ્રષ્ટાચારથી દૂર રહેવા, કોઈપણ ગેરરીતિ સામે અવાજ ઉઠાવવા અને નાગરિકોના હિતને સર્વોપરી રાખીને કામગીરી કરવાનો સંકલ્પ કર્યો હતો. આ પહેલ દ્વારા સ્વચ્છ, પારદર્શક અને ભ્રષ્ટાચારમુક્ત વહીવટી વ્યવસ્થાના નિર્માણનો સંદેશ આપવામાં આવ્યો હતો.
📲Get App