દેશલપર–હાજીપીર હાઈવે પર ટ્રાફિકનો મહાજામ મીઠાનું ટ્રેલર રસ્તા વચ્ચે બંધ પડતાં ૧૫ કિમી સુધી વાહનોની લાંબી કતારો મુસાફરો ભારે હાલાકીમાં
દેશલપર હાજીપીર હાઈવે પર ટ્રાફિકનો મહાજામ મીઠાનું ટ્રેલર રસ્તા વચ્ચે બંધ પડતાં ૧૫ કિમી સુધી વાહનોની લાંબી કતારો મુસાફરો ભારે હાલાકીમાં દેશલપર હાજીપીર સ્ટેટ હાઈવે પર મીઠાથી ભરેલું ટ્રેલર રસ્તાની વચ્ચોવચ બંધ પડતાં વહેલી પરોઢથી ટ્રાફિક વ્યવહાર ખોરવાયો હતો.રસ્તાની બંને તરફ અંદાજે ૧૫ કિમી સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી.મીઠાથી ભરેલી ઓવરલોડ ટ્રકોની અવરજવરથી રસ્તાઓ પણ બિસ્માર બની રહ્યા હોવાની ફરિયાદો ઉઠી| રહી છે વારંવાર સર્જાતી આ સમસ્યાનો તંત્ર કાયમી ઉકેલ લાવે તેવી લોકોની માંગ છે.