Crime
સુરતમાં ફટાકડા લાયસન્સ માટે ૧૧ હજારની લાંચ લેતા આરોગ્ય કચેરીના અધિકારીઓ ઝડપાયા
પીપલોદ આરોગ્ય કચેરી ખાતે ફરજ પરના સેનેટરી ઇન્સ્પેક્ટર અને સફાઈ કામદારે ફટાકડાના વેચાણ માટે લાયસન્સ મેળવવા માંગતા ફરિયાદી પાસેથી રૂ. ૧૧,૦૦૦ ની લાંચ લેતા ઝડપાયા છે.
સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોનમાં આવેલી પીપલોદ આરોગ્ય કચેરી ખાતે ફરજ બજાવતા એક સેનેટરી ઇન્સ્પેક્ટર અને સફાઈ કામદારે લાંચ લેતા ઝડપાયા છે. આ ઘટનામાં વિપુલકુમાર જયંતકુમાર જોશી (સેનેટરી ઇન્સ્પેક્ટર) અને શૈલેષભાઈ કિશનભાઈ સોલંકી (સફાઈ કામદાર) ને રૂ. ૧૧,૦૦૦ ની લાંચ લેતાં ઝડપવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, ફરિયાદીએ વોર્ડ નં. ૩૭(એ) માં ફટાકડાના વેચાણ માટે લાયસન્સ મેળવવા અર્થે પીપલોદ આરોગ્ય કચેરી ખાતે અરજી દાખલ કરી હતી. આ અરજી ની કાર્યવાહી કરવા માટે આરોપીઓએ ફરિયાદી પાસેથી પૈસાની માંગ કરી હતી.
લાયસન્સ આપવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂ. ૧૧,૦૦૦ ની લાંચ માંગી હતી