🔥 ट्रेंडिंग छत्तीसगढ़ ने 5.6 लाख करोड़ निवेश से 15... छत्तीसगढ़ ने 5.6 लाख करोड़ रुपये निवेश... अमृतसर में अचार के डिब्बे में मिली मृत... जबलपुर में भाजपा के नेताओं ने 'लोकतंत्... राजस्थान सरकार ने एसीबी जांच तक गोयल फ... સુરત મહાનગરપાલિકાના બે કર્મચારીઓ રૂ. 1...
02 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

-ઓગડ તાલુકા પંચાયતની નવી કચેરીનું આજે ભવ્ય ઉદ્ઘાટન -નાગરિકોને મળશે વધુ સુલભ સેવાઓ.

✍️ रिपोर्टर: Solanki Bhadreshkumar Javanbhai 🗓 02 नव. 2026, 08:52 PM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

-બનાસકાંઠાથી અત્યારના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે... ઓગડ તાલુકાના વિકાસમાં વધુ એક પ્રગતિશીલ કદમ ઉમેરાયું છે. ઓગડ તાલુકાના લોકોની લાંબા સમયની માંગણી અને લાગણીને ધ્યાને લઈને, જનસુવ

-ઓગડ તાલુકા પંચાયતની નવી કચેરીનું આજે ભવ્ય ઉદ્ઘાટન -નાગરિકોને મળશે વધુ સુલભ સેવાઓ.
-બનાસકાંઠાથી અત્યારના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે... ઓગડ તાલુકાના વિકાસમાં વધુ એક પ્રગતિશીલ કદમ ઉમેરાયું છે. ઓગડ તાલુકાના લોકોની લાંબા સમયની માંગણી અને લાગણીને ધ્યાને લઈને, જનસુવિધા વધુ સુલભ બને તે હેતુસર ઓગડ તાલુકા પંચાયતની કચેરીનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભાડાની જગ્યાએથી હવે મામલતદાર કચેરી પાસે, ભાભર ત્રણ રસ્તાની બાજુમાં આવેલ સીટી સેન્ટર શોપિંગમાં હંગામી ધોરણે નવી કચેરી શરૂ કરવામાં આવી છે. આજે સોમવાર, તારીખ 2/11/26 ના રોજ સવારે 9:00 કલાકે આ નવી કચેરીનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ઉદ્ઘાટન સમારોહ રાજ્ય સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને અને તેમના હસ્તે રીબીન કાપીને કરવામાં આવ્યું. આ પ્રસંગે તાલુકા પ્રમુખ નીતાબેન ઠાકોર, ઉપ પ્રમુખ ભારતીબેન ઠક્કર, કારોબારી અધ્યક્ષ સિદ્ધરાજસિંહ વાઘેલા, જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટેસરીયા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, APMC ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, બીજેપી કાંકરેજ પ્રમુખ ગોકુલભાઈ દેસાઈ, ઓગડ પ્રમુખ ભલુભા વાઘેલા, હરગોવનભાઈ શીરવાડિયા, બ્રહ્મસમાજ પ્રમુખ, પ્રહલાદસિંહ વાઘેલા સહિત તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચશ્રીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે આ નવા સ્થળે નાગરિકોને વહીવટી સરળતા મળી રહેશે અને સમયનો બગાડ અટકશે. જ્યાં સુધી નવી બિલ્ડીંગનું નિર્માણ ન થાય ત્યાં સુધી આ હંગામી કચેરીથી સુવિધાઓથી સજ્જ સેવાઓ મળતી રહેશે.બનાસકાંઠા
📲Get App