🔥 TRENDING Two suspects arrested with counterfeit... Supreme Court clears use of 'green' fi... Bihar Board Sets November Dates for Cl... Indore: Abhyas Mandal conducts water c... MP Government to Launch Veer Bharat Fe... 9 વર્ષીય હિંમતનગર બાળપ્રતિભા મંત્ર પટે...
02 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પ્રાકૃતિક ખેતી અને સરકારી યોજનાઓના સહયોગથી ડેડીયાપાડાના ભારસિંગભાઈ વસાવા બન્યા આત્મનિર્ભર

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 02 Nov 2026, 06:15 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના માલગામના પ્રગતિશીલ આદિવાસી ખેડૂત શ્રી ભારસિંગભાઈ વસાવાએ પ્રાકૃતિક ખેતી અને સરકારી યોજનાઓનો લાભ મેળવી ખેતીમાં સફળતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વર્ષ ૨૦૧૩થી આત્મા પ્રોજેક્ટ (ATMA) સાથે જોડાઈને તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવી છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ડેડીયાપાડા ખાતે તાલીમ તેમજ હરિયાણાના અભ્યાસ પ્રવાસથી પ્રેરણા મેળવી તેમણે ગાયનું છાણ, ગૌમૂત્ર અને વર્મીકમ્પોસ્ટ આધારિત ખેતી શરૂ કરી હતી.
ખેતી ખર્ચ ઘટાડવામાં પીએમ કુસુમ યોજના હેઠળ મળેલો સોલાર પંપ પણ આશીર્વાદરૂપ બન્યો છે. સોલાર પંપના ઉપયોગથી ડીઝલનો ખર્ચ ઘટવાની સાથે સિંચાઈની મુશ્કેલીઓ પણ ઓછી થઈ છે. બાગાયત વિભાગ દ્વારા મળેલા દવા છાંટવાના પંપ, ઘાસ કાપવાનું મશીન અને વર્મીકમ્પોસ્ટ કીટ જેવી સુવિધાઓથી પણ ખેતીનાં કામો સરળ બન્યાં છે.
હાલમાં ભારસિંગભાઈ પોતાના ખેતરમાં કૌમુદી અને લક્ષ્મી-૧૭ જાતના ડાંગર ઉપરાંત તુવેર, રીંગણ, કોબીજ, મરચાં અને મકાઈ જેવા વિવિધ પાકોનું મિશ્રપદ્ધતિથી વાવેતર કરે છે. તેમના જણાવ્યા મુજબ, પ્રાકૃતિક ખેતી અને સોલાર પંપના ઉપયોગથી ખેતી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને આવકમાં બમણો વધારો થયો છે. એક સમયે વધતા ખેતી ખર્ચને કારણે આર્થિક મુશ્કેલીનો સામનો કરતા ભારસિંગભાઈ આજે પરિવાર સાથે સુખી જીવન જીવી રહ્યા છે. તેમની સફળતા પ્રાકૃતિક ખેતી, સરકારી યોજનાઓના યોગ્ય ઉપયોગ અને નવીન કૃષિ અભિગમથી ખેડૂતો આત્મનિર્ભર બની શકે છે તેનું પ્રેરણાદાયી ઉદાહરણ છે.
📲Get App