🔥 TRENDING शिवाजी इंटर कॉलेज, खुखुंदू में पीईटी प... बालोतरा वार्ड नं 53 में सड़क एवं सीवरे... औरंगाबाद में एक कार्यक्रम में शामिल हो... औरंगाबाद में एक कार्यक्रम में शामिल हो... ଜିଲ୍ଲାସ୍ତରୀୟ ନିଯୁକ୍ତି ମେଳାରେ ୬୨ ଜଣଙ୍କୁ... Hyderabad Gold Rates for 22K and 24K P...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહિલાઓ અને નાના વેપારીઓ માટે ઉત્તમ અવસર સ્વદેશી મેળા અને શોપિંગ ફેસ્ટિવલ ૨૦૨૬ નું વિરમગામમાં આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

✍️ Reporter: Gilani Asikali 🗓 01 Nov 2026, 04:17 PM 👁 89
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલના સંકલ્પને સાથે વિરમગામ નગરપાલિકા અને ગુજરાત શહેરી આજીવિકા મિશન આયોજીત સ્વદેશી મેળો શોપીંગ ફેસ્ટિવલ-૨૦૨૬ નો મેળો સખીમંડળ અને સ્વસહાય જુથની મહિલાઓ અને નાના વેપારીઓ માટે ઉત્તમ અવસર બની રહ્યો છે. વિરમગામ પંચમુખી સર્કલ પાસેના મેદાનમાં આજરોજ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.સરકાર આયોજિત સ્વદેશી મેળો અને શોપિંગ ફેસ્ટિવલ મહિલાઓ તેમજ નાના વેપારીઓ માટે વેપારની સારી તક પૂરી પાડી રહ્યો છે. ૧૦ બેનોનું તોરણ અને વિવિધ હેન્ડીક્રાફટનું અમારુ સખી મંડળ આનાથી સારી આવક મેળવીશું. આ મોકાની જગ્યા અમને આવક અને ઉત્સાહ પણ આપે છે. અમને અમારા જેવા સૌને સરકાર આગળ વધવાના આવા સારા અવસર આપે છે એ માટે સરકારનો આભાર માનીએ છીએ. હેન્ડીક્રાફટની વસ્તુઓ ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ જણાવે છે કે,આવા મેળા રાખવા જોઈએ આ સારી અને આવકરાવા લાયક છે. તારીખ 31 ઓક્ટોબર ૨૦૨૬થી પ્રારંભ અને 9 નવેમ્બર ૨૦૨૬ એમ 10 દિવસ ચાલનાર આ સ્વદેશી મેળો વોકલ ફોર લોકલ અને હરઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશીને પ્રોત્સાહિત કરી રહ્યો છે રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App