🔥 ट्रेंडिंग કેશરપુરા ગામમાં નવી કામગીરી શરૂ, જોખમી... पाली ज्ञान मंदिर उच्च विद्यालय के छात्... 4ನೇ ಬಾರಿ ರಕ್ತದಾನ ಮಾಡಿದ ಜಾಲಹಳ್ಳಿಯ ಬಸವರಾ... जालौर गजेंद्र सिंह बने ,वादन वादी के... पश्चिम बंगाल में ईसाई परिवारों पर उग्र... पश्चिम बंगाल के नए राज्यपाल की नियुक्त...
31 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

*સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી નિમિત્તે અરવલ્લી જિલ્લાના મોડાસામાં “રન ફોર યુનિટી”નું આયોજન*

✍️ रिपोर्टर: Pandor Sanjay 🗓 31 अक्टू. 2026, 12:25 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આજે “રન ફોર યુનિટી”નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા વહીવટીતંત્ર, શૈક્ષણિક સંસ્થાઓ, યુવા સંગઠનો, સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સરદાર પટેલના “લોખંડી પુરુષ” તરીકેના યોગદાન અને રાષ્ટ્રીય એકતાના સંદેશને પ્રજામાં પહોંચાડવા મોડાસાના ઓધારી તળાવ થી કે.એન.શાહ હાઈસ્કૂલ સુધી આ રનનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં સર્વે હાજર રહેલાઓએ રાષ્ટ્રીય એકતાના સંકલ્પ સાથે રનની શરૂઆત કરી હતી. યુવાનો, વિદ્યાર્થીઓ અને નાગરિકોએ મોડાસા શહેરના મુખ્ય માર્ગો પર દોડીને એકતા, અખંડતા અને રાષ્ટ્રીય સમૃદ્ધિ”નો સંદેશ આપ્યો હતો.સરદાર પટેલે ભારતને એક સુદૃઢ રાષ્ટ્ર તરીકે આકાર આપવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેમના આદર્શોને જીવંત રાખવા અને યુવા પેઢીમાં રાષ્ટ્રીય એકતાની ભાવના વિકસાવવા આવા કાર્યક્રમોનું આયોજન અત્યંત મહત્ત્વનું છે.

“રન ફોર યુનિટી” દ્વારા નાગરિકોમાં સામાજિક સમરસતા, સહઅસ્તિત્વ અને રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોની ઉત્સાહપૂર્ણ ભાગીદારીથી મોડાસા શહેરમાં રાષ્ટ્રીય એકતાનો માહોલ જોવા મળ્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી,જિલ્લા વિકાસ અધિકારીશ્રી,જિલ્લા પોલીસ વડાશ્રી,નિવાસી અધિક કલેક્ટરશ્રી,ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટરશ્રી,પદાધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં વિભાગીય અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ તેમજ પોલીસ વિભાગ અને વિદ્યાર્થીઓ,નગરજનો જોડાયા હતા.
📲Get App