🔥 TRENDING અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ, વડીયા અ... Tamil Nadu Signs Deal to Deploy Bharat... MK Stalin Criticizes Tamil Nadu CM Vij... EC Appeals Against 16.10 Lakh Cleared... Bihar orders 75% minimum school attend... Bihar Man Arrested for Forcibly Applyi...
31 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

લૌહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતીની પૂર્વ સંધ્યાએ અમરેલીમાં પ્રેસવાર્તાને સંબોધતા દિલીપ સંઘાણી

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 31 Oct 2026, 09:15 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લૌહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતીની પૂર્વ સંધ્યાએ અમરેલીમાં પ્રેસવાર્તાને સંબોધતા દિલીપ સંઘાણી

ગુજકોમાસોલ અને ગ્લોસ્ટર કંપનીના સંયુક્ત ઉપક્રમે નિર્માણાધીન બારદાન ફેક્ટરીની માહિતી આપી. સાથે જ, અમર ડેરી, અમરેલીના માધ્યમથી મળી રહેલી રોજગારીની તકો વિશે જણાવ્યું.

સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી નિમિત્તે ભાજપા દ્વારા અમરેલીમાં આયોજિત ‘રન ફોર યુનિટી’ (એકતા યાત્રા)માં સૌને જોડાવા અપીલ કરી.

મારી જન્મસ્થળી માલીલામાં ૬ નવેમ્બરે પૂજ્ય મોરારી બાપુની ઉપસ્થિતિમાં યોજાનારા ભગવાન શ્રીરામ અને ભગવાન શિવના મંદિરોના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની માહિતી આપી અને આ પાવન અવસરે સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું.

સૌને દિવાળીના પાવન પર્વની અગ્રીમ શુભકામનાઓ પાઠવી.

અમર ડેરીના અધ્યક્ષ શ્રી અશ્વિનભાઈ સાવલિયા, પૂર્વ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘના અધ્યક્ષ શ્રી જયંતીભાઈ પાનસુરિયા ઉપસ્થિત રહ્યા.
📲Get App