🔥 ट्रेंडिंग विधायक कृष्णा दाजी सालकर ने गांधीनगर,... उत्तarakhand हेलिकॉप्टर दुर्घटना से पह... डिपके ने कहा 'दुख हुआ पर प्रशंसा बनी',... बेंगलुरु में 31 अक्टूबर को सोना‑चांदी... अररिया में बाल विवाह मुक्त ग्राम पंचाय... IMD ने दिल्ली-एनसीआर, नोएडा के लिए नवी...
31 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સાબરકાંઠામાં રાષ્ટ્રીય એકતા દિવસ પર 'રન ફોર યુનિટી' દોડ યોજાઈ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 31 अक्टू. 2026, 10:17 AM 👁 31
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરમાં જિલ્લા પંચાયત પ્રમુખ અને સાંસદની ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી સાથે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવાયો..

સાબરકાંઠામાં-:
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે ‘રન ફોર યુનિટી’ દોડ યોજાઈ, જે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી સાથે સંકળાયેલ હતી.જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ અને સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં દોડ પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થઈ અને હિંમતનગરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ ટાવર ચોક ખાતે પૂર્ણ થઈ..

ટાવર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક પાસે પહોંચીને ઉપસ્થિત મહાનુભાવોએ પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી અને પુષ્પાંજલિ પાઠવી. ત્યારબાદ સૌએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના શપથ લઈ સરદાર સાહેબના સંદેશને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કર્યો.

આ કાર્યક્રમમાં હિંમતનગર ધારાસભ્ય વી.ડી. ઝાલા, નગરપાલિકા પ્રમુખ શ્રી અરુણાબેન કડિયા, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલ,ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.પી. પાટીદાર, તાલુકા પંચાયત પ્રમુખ,અગ્રણી કનુભાઈ પટેલ અને અન્ય અધિકારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર જોડાયા.
📲Get App