🔥 TRENDING Government Bus Collision in Gwalmandi... Rajasthan High Court Declares Asaram’s... Behind-the-Scenes Clips of Vikas Bahl’... ಸೋಮನಮರಡಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿಯಲ್ಲಿ 650 ಜನರಿಗ... कुंभारवाडी गावातील शेतकऱ्याने पाण्याच्... Rasika Dugal Flags Shrinking Space for...
31 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ખાંભા ગીર: અમરેલી જિલ્લામાં વાતાવરણમાં આવેલા પલટા અને કમોસમી વરસાદ

✍️ Reporter: Anil Vaghela 🗓 31 Oct 2026, 07:51 AM 👁 23
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ખાંભા ગીર: અમરેલી જિલ્લામાં વાતાવરણમાં આવેલા પલટા અને કમોસમી વરસાદ વચ્ચે ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સાથે ભારે પવન અને વીજળી પડવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે ચકરવા ગામે વીજળી પડવાની દુર્ઘટનામાં એક મહિલાનું કરુણ મોત નિપજ્યું છે.
મળતી માહિતી મુજબ, ચકરવા ગામે રામભાઈ ભુવાની વાડીમાં મજૂરી અર્થે ખેતીકામ કરવા ગયેલાં માધીબેન આતુભાઈ મકવાણા વાડીમાં કામ કરી રહ્યાં હતાં. દરમિયાન અચાનક વીજળી પડતાં તેઓ ગંભીર રીતે અસરગ્રસ્ત બન્યાં હતાં.
ઘટનાની જાણ થતાં પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક ખાંભાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતાં.
આ દુઃખદ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. કમોસમી વરસાદ અને વીજળીના જોખમ વચ્ચે ખેડૂતો તથા ખેતમજૂરોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવે છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલી વાવાઝોડાની અસર અમરેલી જિલ્લામાં પણ જોવા મળી રહી છે, ત્યારે હવામાનના બદલાતા મિજાજ વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
📲Get App