🔥 TRENDING અમદાવાદના રામોલમાં 16 કિલો ગાંજા સાથે... Punjab Vigilance probes property of dr... बिहार के युवक ने कोलकाता के रेड लाइन ए... અર્નબ વાવાઝોડામાં ખાંભા ગામમાં માધીબેન... રામોલમાં પોલીસની મોટી કાર્યવાહી: 16.13... NEED24 NEWS लुधियाना में दहेज की मांग...
31 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ખાંભા ગીર: અમરેલી જિલ્લામાં વાતાવરણમાં આવેલા પલટા અને કમોસમી વરસાદ

✍️ Reporter: Anil Vaghela 🗓 31 Oct 2026, 07:51 AM 👁 17
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ખાંભા ગીર: અમરેલી જિલ્લામાં વાતાવરણમાં આવેલા પલટા અને કમોસમી વરસાદ વચ્ચે ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સાથે ભારે પવન અને વીજળી પડવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે ચકરવા ગામે વીજળી પડવાની દુર્ઘટનામાં એક મહિલાનું કરુણ મોત નિપજ્યું છે.
મળતી માહિતી મુજબ, ચકરવા ગામે રામભાઈ ભુવાની વાડીમાં મજૂરી અર્થે ખેતીકામ કરવા ગયેલાં માધીબેન આતુભાઈ મકવાણા વાડીમાં કામ કરી રહ્યાં હતાં. દરમિયાન અચાનક વીજળી પડતાં તેઓ ગંભીર રીતે અસરગ્રસ્ત બન્યાં હતાં.
ઘટનાની જાણ થતાં પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક ખાંભાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતાં.
આ દુઃખદ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. કમોસમી વરસાદ અને વીજળીના જોખમ વચ્ચે ખેડૂતો તથા ખેતમજૂરોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવે છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલી વાવાઝોડાની અસર અમરેલી જિલ્લામાં પણ જોવા મળી રહી છે, ત્યારે હવામાનના બદલાતા મિજાજ વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
📲Get App