🔥 ट्रेंडिंग अनुमंडल पुलिस पदाधिकारी, अरवल द्वारा ज... સુરતમાં કડોદરા જી.આઇ.ડી.સી.માં રિક્ષા... हिमाचल प्रदेश उच्च न्यायालय ने बीमाकर्... हिमाचल हाई कोर्ट ने कार मालिक को पीड़ि... हरदा में टक्कर से भाजपा के वरिष्ठ कार्... 38 વર્ષીય શ્રમિકની બાંધકામ સાઇટ પરની પ...
31 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

લુણાવાડામાં ખેડૂતોનો અવસર: પ્રભારી મંત્રી પી.સી. બરંડાની પ્રાકૃતિક ખેતીની હાકલ

✍️ रिपोर्टर: Hasmukh Bhoi 🗓 31 अक्टू. 2026, 09:56 PM 👁 32
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લુણાવાડામાં ખેડૂતોનો અવસર: પ્રભારી મંત્રી પી.સી. બરંડાની પ્રાકૃતિક ખેતીની હાકલ

નમસ્કાર!

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે, 'પીએમ કિસાન ઉત્સવ દિવસ' ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.



લુણાવાડાના 42 પાટીદાર સમાજ ઘર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં, જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પી. સી. બરંડા અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા બનાસકાંઠાના ભીલડી ખાતેથી, 'પીએમ કિસાન સન્માન નિધિ યોજના' નો 24મો હપ્તો જાહેર કરવામાં આવ્યો.

દેશના 9 કરોડ 34 લાખથી વધુ ખેડૂત પરિવારોને, 18 હજાર 680 કરોડ રૂપિયાથી વધુની સહાય, DBT મારફતે સીધી તેમના ખાતામાં જમા કરવામાં આવી છે. જેનું જીવંત પ્રસારણ LED સ્ક્રીન પર નિહાળવામાં આવ્યું હતું.



આ 24મા હપ્તા અંતર્ગત, મહીસાગર જિલ્લાના એક લાખ પંચાવન હજાર આઠસો બેતાલીસ ખેડૂત પરિવારોના આધાર લિંક્ડ બેંક ખાતામાં, સીધા 31 કરોડ 22 લાખ રૂપિયાની સહાય જમા થઈ છે.

કાર્યક્રમને સંબોધતા પ્રભારી મંત્રી શ્રી પી. સી. બરંડાએ જણાવ્યું હતું કે, ખેડૂતો આત્મનિર્ભર બને તે માટે સરકાર કટિબદ્ધ છે. આ સહાય ખેડૂતોને બિયારણ અને ખાતર જેવી જરૂરિયાતો માટે ખૂબ જ ઉપયોગી છે.

તેમણે ખેડૂતોને રાસાયણિક ખાતરના વધુ પડતા ઉપયોગથી બચવા અને પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખાસ અપીલ કરી હતી. જેથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે અને પ્રજાનું સ્વાસ્થ્ય પણ સુરક્ષિત રહે.



સાથોસાથ, તેમણે ડિજિટલ ક્રોપ સર્વે, એગ્રીસ્ટેક, મિશન કઠોળ અને કપાસ મિશન જેવી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો.

આ અવસરે પ્રાકૃતિક ખેતી અને બાગાયત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરનારા પ્રગતિશીલ ખેડૂતોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ કૃષિ યાંત્રીકીકરણ યોજના હેઠળ લાભાર્થીઓને સહાયના પેમેન્ટ ઓર્ડર પણ અર્પણ કરાયા હતા.



આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવાર, જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી યુવરાજ સિધાર્થ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App