🔥 TRENDING Chhattisgarh Housing Board to Expand i... Chhattisgarh rolls out school programm... Kuldeep Singh Dhaliwal bows at Darbar... उन्नाव में सरदार वल्लभभाई पटेल की 151व... સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર એ.ડિવિઝન... રાષ્ટ્રીય એકતા, પ્રવાસન અને વિકાસનો સં...
31 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સમીના નાયકા ખાતે પીએમ કિસાન ઉત્સવ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો

✍️ Reporter: Atul Thakor 🗓 31 Oct 2026, 02:11 PM 👁 33
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સમીના નાયકા ખાતે પીએમ કિસાન ઉત્સવ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો

આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયત સદસ્ય નર્મદાબેન સોમાભાઈ પરમાર તેમજ તાલુકા પંચાયત સદસ્યો તેમજ ખેતીવાડી વિભાગના અધિકારીઓ સહિત સરપંચશ્રીઓ અને આજુબાજુના 11 ગામોમાં માંથી મોટી સંખ્યામાં ખેડૂતો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા

સમી: પીએમ કિસાન ઉત્સવ નિમિત્તે સમી તાલુકાના નાયકા ગામ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો, લાભાર્થીઓ તેમજ ગ્રામજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન કેન્દ્ર સરકારની ખેડૂતોના હિતમાં અમલી વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને મળતા આર્થિક લાભો, યોજનાની ઉપયોગિતા અને ખેડૂતોના જીવનમાં આવી રહેલા સકારાત્મક પરિવર્તનો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી હતી. સાથે જ ખેતી ક્ષેત્રે આધુનિક પદ્ધતિઓ અપનાવી ખેતીને વધુ સમૃદ્ધ અને આત્મનિર્ભર બનાવવા અંગે પ્રેરણા પૂરી પાડી હતી.

સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો હતો. મોટી સંખ્યામાં ખેડૂતો અને લાભાર્થીઓની ઉપસ્થિતિને કારણે કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
📲Get App