🔥 TRENDING लुधियाना में आम आदमी पार्टी (AAP) के न... बीडर में कांग्रेस जिला अध्यक्ष अब्दुल... Director Public Relations Issues State... Six killed, including five Bengaluru r... Helicopter Crash in Joshimath Valley C... दुद्धि, सोनभद्र में स्थानीय घटनाक्रम प...
30 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા પોલીસે ગેરલાઇસન્સ હથિયાર ધરાવનારને ધરપકડ કરી,જાદર પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલુ.

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 30 Oct 2026, 06:30 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જાદર પોલીસ સ્ટેશનમાં ગેરલાઇસન્સ ફુલ્લીદાર નાળી અને મોટરસાયકલ સાથે આરોપીને ધરપકડ કરી,સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી હેઠળ..

સાબરકાંઠાના-:
જાદર પોલીસ સ્ટેશનમાં ગેરલાઇસન્સ ધરાવતી ફુલ્લીદાર નાળી અને કાળા કલરની બજાજ પલસર મોટરસાયકલ સાથે ચાર આરોપીઓને ધરપકડ કરવામાં આવી.આ કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહીલની સૂચના હેઠળ, પોલીસ ઇન્સ્પેક્ટર ડી સી સાકરીયા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર જે જાડેજાની આગેવાનીમાં કરવામાં આવી.પકડાયેલા આરોપી મયુદ્દીન સલીમભાઈ ડફેરને આર્મ્સ એક્ટ, 1959 અને જી.પી.એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી, અને જાદર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો..

પકડાયેલ માલમાં દેશી બનાવટની ફુલ્લીદાર નાળી, મોટરસાયકલ, મોબાઇલ વગેરે કુલ મૂલ્ય રૂ.35,000/- હતું.આ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં ડી.સી.સાકરીયા પોલીસ ઇન્સ્પેક્ટર,રાજુભાઈ જયરામભાઈ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ,બિકેશસિંહ પ્રવિણસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,આર.જે.જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર,ભાવિનકુમાર રસીકલાલ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ,જતિનકુમાર નટુભાઇ ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ પ્રશંસનીય કામગીરી નોંધાઈ.
📲Get App