🔥 TRENDING Manipur CM Appeals to Centre for Finan... मुख्यमंत्री योगी आदित्यनाथ से सांसद रव... Former Manipur CM N. Biren Singh urges... बुलंदशहर के धल्ला गाँव के तालाब की बिग... Shillong Teer Result October 30, 2026:... Fisher Eyes New Opportunity After Well...
30 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સ્થાનિક વેપારીઓ અને ગ્રામજનોનો આક્રોશ: સાંતલપુર તાલુકામાં છેલ્લા ૬ મહિનાથી અધૂરું ગટરનું કામ, તહેવારના સમયે જ વેપાર ચોપટ

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 30 Oct 2026, 04:05 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા મથકે છેલ્લા ૬ મહિનાથી ચાલતું ગટર લાઇનનું કામકાજ તંત્રની ભારે બેદરકારીના કારણે હજુ સુધી અધૂરું લટકી રહ્યું છે. વારંવાર રજૂઆતો કરવા છતાં આ સમસ્યાનો કોઈ પણ જાતનો ઉકેલ કે નિકાલ આવ્યો નથી, જેના કારણે સ્થાનિક વેપારીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.
​આગામી દિવસોમાં દીવાળી જેવા મોટો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે જ મુખ્ય બજાર અને રસ્તાઓ પર ખોદકામ અને ગટરના કામના લીધે ધૂળ અને ગંદકીના સામ્રાજ્ય વચ્ચે વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ગ્રાહકો દુકાનો સુધી પહોંચી શકતા ન હોવાથી તહેવારની મુખ્ય સીઝનમાં જ વેપાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે.
​સ્થાનિક દુકાનદારોના જણાવ્યા મુજબ:
​સીઝનનો વેપાર ચોપટ: દીવાળીની ખરીદીની સીઝનમાં રોડ રસ્તા બંધ હોવાથી અને ગટરના કારણે થતી હાલાકીને લીધે ગ્રાહકો આવતા નથી, જેથી વેપારીઓને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે.
​રોગચાળાનો ભય: ખુલ્લી ગટરો અને અડધા મુકેલા કામથી દુર્ગંધ તેમજ મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેનાથી તહેવારોના સમયે જ રોગચાળો ફેલાવાનો ભય ઊભો થયો છે.
​તંત્રનું ઉદાસીન વલણ: ૬-૬ મહિના વિતવા છતાં પણ સંબંધિત કોન્ટ્રાક્ટર કે તંત્ર દ્વારા આ કામ ઝડપથી પૂરું કરવામાં આવતું નથી.
​સ્થાનિક વેપારી મંડળ અને ગ્રામજનોની માગણી છે કે દીવાળીના તહેવાર પહેલા જ આ ગટરનું કામકાજ યુદ્ધના ધોરણે પૂરું કરવામાં આવે અથવા કામચલાઉ યોગ્ય રસ્તો કરી આપવામાં આવે. જો વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી વેપારીઓ દ્વારા આપવામાં આવી છે.
📲Get App