🔥 ट्रेंडिंग অবৈধ মদ পাচার সন্দেহে গাড়ি ধাওয়ায় শ... ମାଲକାନଗିରି ଜିଲ୍ଲାର ୫୨ ହଜାରରୁ ଅଧିକ ଚାଷୀ... आज का मौसम वाराणसी के लंका थाना में सिपाही पर गोल... ಜಾಲಹಳ್ಳಿಯಲ್ಲಿ ಸಾಮೂಹಿಕ ವಿವಾಹ ಸಂಭ್ರಮ - ನ... 29 अक्टूबर 2026 को करवाचौथ की रात में...
30 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દેગામ ગામે પી.એમ. કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી

✍️ रिपोर्टर: Kamlesh Solanki 🗓 30 अक्टू. 2026, 09:54 PM 👁 39
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દેગામ ગામે પી.એમ. કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી

*નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દેગામ ગામે પી.એમ. કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી*
--------------
નવસારી, શુક્રવાર : દેશના ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડી ખેતી ક્ષેત્રે પ્રગતિને પ્રોત્સાહન આપવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતેથી યોજનાના ૨૪મા હપ્તાની સહાયનું DBT મારફતે વિતરણ કરવામાં આવ્યું હતું.
જેના ભાગરૂપે સમગ્ર નવસારી જિલ્લાની સાથે ચીખલી તાલુકાના પ્રજાપતિ હોલ દેગામ ગામે પી.એમ. કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.
ઉલ્લેખનીય છે કે, પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોને દર વર્ષે રૂ. ૬,૦૦૦ની સહાય ત્રણ સમાન હપ્તામાં સીધી બેંક ખાતામાં ચૂકવવામાં આવે છે.
આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂતોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સંબોધન અને ૨૪મા હપ્તાની સહાયના વિતરણ કાર્યક્રમનું વર્ચ્યુઅલ માધ્યમથી જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.તેમજ દેગામ અને ચાસા ગામના ખેડૂતોને પ્રકૃતિ ખેતી કરવા બદલ સન્માન પત્ર પ્રદાન કરવામાં આવ્યું
આ અવસરે તાલુકા પંચાયત સભ્યશ્રી સમીરભાઈ પટેલ, નેયલેસભાઈ પટેલ , દેગામ અને ચાસા ગામના ખેડૂતોને તથા સરપંચશ્રી ઇતેશભાઈ પટેલ અને વહીવટી તંત્ર તરફથી ખેતીવાડી વિભાગના કર્મચારી ગૌરાંગભાઈ આહીર , ગ્રામ સેવક ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App