🔥 TRENDING पूर्व राजो सिंह की प्रतिमा के अनावरण क... Chhattisgarh Congress Gears Up for IND... SC Collegium Recommends 11 Judges for... ಜಾಲಹಳ್ಳಿಯಲ್ಲಿ ಅದ್ದೂರಿಯಾಗಿ ಜರುಗಿದ ಸಾಮೂಹ... Union Minister Hardeep Puri to Contest... બોડીયા ગામે લીંબડી પોલીસની મોટી કાર્યવ...
30 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય એકતા દિવસની નિબંધ-ચિત્ર સ્પર્ધા, વિજેતાઓને પ્રશંસાપત્ર..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 30 Oct 2026, 10:57 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં હિંમતનગર પોલીસ હેડક્વાર્ટરમાં નિબંધ અને ચિત્ર સ્પર્ધા યોજાઈ, વિજેતાઓને જિલ્લા પોલીસ અધિક્ષક ડોકટર પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા પ્રશંસાપત્ર આપ્યો..

સાબરકાંઠામાં-:
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે હિંમતનગર પોલીસ હેડક્વાર્ટરમાં નિબંધ લેખન અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લામાં વિવિધ શૈક્ષણિક અને સામાજિક પૃષ્ઠભૂમિ ધરાવતા સ્પર્ધકોએ ભાગ લીધો.સ્પર્ધકોએ કલમ અને રંગો દ્વારા રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની ભાવનાને સુંદર રીતે વ્યક્ત કરી. તેમની રચનાઓમાં દેશપ્રેમ, સહનશીલતા અને સમાનતા જેવા મૂલ્યો સ્પષ્ટ દેખાયા, જે રાષ્ટ્રીય એકતા દિવસના મુખ્ય સિદ્ધાંતોને પ્રતિબિંબિત કરે છે.

વિજેતાઓને જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યો.તેમણે વિજેતાઓને તેમની સર્જનાત્મકતા અને દેશપ્રેમ માટે અભિનંદન પાઠવ્યું અને ભવિષ્યમાં પણ આવા ઉત્સાહપૂર્ણ યોગદાન માટે પ્રોત્સાહન આપ્યું.સમાપ્તિમાં તમામ ભાગ લેનારાઓને ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવવામાં આવી અને રાષ્ટ્રીય એકતા દિવસની મહત્તા અને મહત્વને ફરીથી ઉજાગર કરવામાં આવ્યું.
📲Get App