🔥 ट्रेंडिंग साइकलोन अरनाब ने चेनई पर हमला, व्यापक... तमिलनाडु ने विकलांग व्यक्तियों और साथि... मध्यप्रदेश के मुख्यमंत्री शिवराज सिंह... ભાવનગર ગ્રામ પંચાયત ચૂંટણી પૂર્વે હિસા... ਕੇਰਲ 'ਚ ਰੂਹ ਕੰਬਾਊ ਵਾਰਦਾਤ ! ਪਹਿਲਾਂ ਲੋਹੇ... मध्य प्रदेश ने 2026 में कर्मचारियों व...
30 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આરેણા પ્રાથમિક શાળા અને ચાર આંગણ વાડી ઓ મા બાળકો ને પુજ્ય સ્વામી ગુરુચરણાનંદ ચૈતન્ય તીર્થ મહારાજ ના પુણ્ય સ્મરણાર્થે ભાવ વંદના

✍️ रिपोर्टर: SUDIP GADHIYA 🗓 30 अक्टू. 2026, 01:16 PM 👁 91
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વેદ,ઉપનિષદ,શાસ્ત્ર અને પ્રકૃતિ ને આધિન આપની આધ્યાત્મિક યાત્રા અનંત છે. પૂજ્ય સ્વામીજી આપના દેહની મહા સમાધિને આજે આશો માસ કૃષ્ણ પક્ષ પાંચમના દિવસે પંદર વર્ષના વાણા વાઈ ગયા છે.

પુજ્ય ગુરુદેવ સ્વામી ગુરુચરણાનંદ ચૈતન્ય તીર્થ મહારાજ આપના દેહની અનઉપસ્થિત માં આપની ચેતનાની સતત અનુભૂતિ થી મારા આધ્યત્મિક જીવન સાથે ધર્મ ને સેવા કાર્ય થઈ રહ્યા છે.
આપની પ્રેરણા અને માર્ગદર્શન થી અમે આપના દ્વારા બતાવેલા રાહ પર ચાલી રહ્યા છીએ.

પુજ્ય સ્વામી જી એ આરેણા ૪૬ વર્ષ સુધી દેહ થી રહીં ને આધ્યાત્મિક જીવન વ્યતિત કર્યું હતું અને આ પરંગણા ને પાવન કર્યું છે. પુજ્ય ગુરુચરણાનંદ મહારાજ એ કોઈ આડંબર કે ભાષણ પ્રવશન ને ઉપદેશ આપ્યા નથી. ફક્ત મૌન અને ધ્યાન એ એમની સાધના રહી હતી, એક વિરક્ત અલગારી સંત નું સાનિધ્ય મલ્યું એ અહોભાગ્ય રહ્યું છે. આજે પણ્ એમની સાધના ની ઓરા વિદ્યમાન છે.
હયાતીમાં પણ્ એમનું સાનિધ્ય આધ્યાત્મિક જીવન માટે અલોકિક ઉર્જા પ્રદાન કરતુ હતું અને આજે પણ એમની ચેતના સાક્ષી ભાવ થી સાધના ના સફળ માર્ગ ને સાર્થક બનાવી રહ્યા છે.
આપના ચરણોમાં નતમસ્તક વંદન.

આશો માસ કૃષ્ણ પક્ષ અને પાંચમ ના દિવસે આપની મહાસમાધી ના દિવસે આરેણા આંગણ વાડી કેન્દ્ર ૧,૨ ,૩ અને ૪ ના બાળકો ને બિસ્કિટ વિતરણ તેમજ સરકારી પ્રાથમિક શાળા ના બાળકો ને ગુરુ દેવ પુજ્ય સ્વામી ગુરુચરણાનંદ ચૈતન્ય તીર્થ મહારાજ ના પુણ્ય સ્મરણાર્થે ચોકલેટ અને બોલપેન પ્રસાદિ ના રુપ મા શિવમ્ ચક્ષુદાન -આરેણા પરિવાર દ્વારા અર્પણ કરી છે.

ૐ નમો નારાયણ
📲Get App