બજાણા પોલીસની મોટી કાર્યવાહી: ટ્રકમાંથી રૂ. ૧.૪૨ કરોડથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો દારૂની ૩૪,૨૩૬ નાની-મોટી બોટલો સહિત કુલ રૂ. ૧,૪૨,૦૮,૯૫૨નો મુદ્દામાલ કબજે, ટ્રકચાલક ફરાર
સુરેન્દ્રનગર જીલ્લાના બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માલવણ-વિરમગામ હાઇવે ઉપર સેડલા ગામે જવાના બોર્ડ પાસે જાહેર રોડ પરથી ટાટા કંપનીના ૪૮૩૦ મોડલના ટ્રકમાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે દારૂની નાની-મોટી કુલ ૩૪,૨૩૬ બોટલો, જેની કિંમત રૂ. ૧,૦૨,૦૮,૯૫૨ થાય છે, તેમજ રૂ. ૪૦ લાખની કિંમતનો ટ્રક મળી કુલ રૂ. ૧,૪૨,૦૮,૯૫૨નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર ગુનો શોધી કાઢ્યો છે.રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબની સૂચના મુજબ રાજકોટ રેન્જમાં પ્રોહિબિશન અને જુગારની બદી નાબૂદ કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબની સૂચના તથા પાટડી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એન.કે. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ બજાણા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.બજાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.એમ. ટાંકની સૂચના મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.કે. વાઘેલા સહિતની પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ ઘનશ્યામસિંહ રાઠોડને ખાનગી રાહે બાતમી મળી હતી કે વિરમગામ તરફથી સફેદ કલરનો મોરાવાળો ટ્રક નંબર RJ 14 GT 0451 પસાર થવાનો છે, જેમાં પરપ્રાંતિય ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો છે અને ટ્રક માલવણથી ધ્રાંગધ્રા તરફ જવાનો છે.
બાતમીના આધારે પોલીસે ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રકચાલકે વાહન ઊભું રાખવાને બદલે ભગાડી મૂક્યું હતું. ત્યારબાદ પોલીસે ખાનગી વાહન મારફતે ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. દરમિયાન ટ્રક માલવણ ગામ તરફ જવાના હાઇવે ઉપર સેડલા ગામના બોર્ડ પાસે રોડની સાઇડમાં મૂકીને ચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.પોલીસે ટ્રકની તપાસ કરતાં તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની ગેરકાયદેસર ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની નાની-મોટી કુલ ૩૪,૨૩૬ બોટલો મળી આવી હતી. પોલીસે રૂ. ૧,૦૨,૦૮,૯૫૨ની કિંમતનો દારૂ તથા રૂ. ૪૦,૦૦,૦૦૦ની કિંમતનો ટાટા કંપનીનો ૪૮૩૦ મોડલનો ટ્રક મળી કુલ રૂ. ૧,૪૨,૦૮,૯૫૨નો મુદ્દામાલ કબજે કર્યો હતો.વધુ તપાસ દરમિયાન ટ્રકનો અસલ રજિસ્ટ્રેશન નંબર JH.20.H.5568 હોવાનું અને તેના ઉપર ખોટી નંબર પ્લેટ લગાવી RJ.14.GT.0451 નંબર દર્શાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ટ્રકચાલક સ્થળ ઉપરથી ફરાર થઈ જતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ અંગે બજાણા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ફરાર આરોપી: ટાટા કંપનીના ૪૮૩૦ મોડલના ટ્રકનો ચાલક તથા તપાસ દરમિયાન બહાર આવે તેવા અન્ય સંડોવાયેલા ઇસમો.કામગીરી કરનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ:
૧. પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. ટાંક
૨. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.કે. વાઘેલા
૩. પો.હેડ.કોન્સ. યશપાલસિંહ ઘનશ્યામસિંહ
૪. પો.હેડ.કોન્સ. વલ્લભભાઈ બાબુભાઈ
૫. પો.હેડ.કોન્સ. હિતેષકુમાર બળદેવભાઈ
૬. પોલીસ કોન્સ્ટેબલ રાકેશભાઈ ભાવજીભાઈ
૭. પોલીસ કોન્સ્ટેબલ રોનકભાઈ રામજીભાઈ
બજાણા પોલીસની આ મોટી કાર્યવાહીને પગલે દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ