🔥 TRENDING Nagaland Lottery Draw: Rs 1 Crore Jack... RIMS Marks World Stroke Day in Imphal Manipur CM seeks greater central aid i... Manipur CM discusses state finances wi... Meghalaya Aims to Expand Exports and B... Meghalaya Deputy CM forecasts 20,000 j...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતા નિહાળી ઓડિશા, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના નાગરિક પ્રતિનિધિમંડળના સભ્યો થયા ઉત્સાહિત

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 29 Oct 2026, 08:34 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
એકતાનગર ખાતે તા. 30 અને 31 ઓક્ટોબર, 2026ના રોજ યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થવા ગુજરાતની મુલાકાતે આવેલા ઓડિશા, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના નાગરિક પ્રતિનિધિમંડળે આજે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પ્રતિનિધિમંડળના સભ્યોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતાનો અનુભવ કરીને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલની વિરાસત અને રાષ્ટ્રીય એકતાના પ્રતીક સમાન આ સ્મારકની મુલાકાત તેમના માટે યાદગાર બની હતી.
ઉલ્લેખનીય છે કે, આ નાગરિક પ્રતિનિધિમંડળ તા. 26 ઓક્ટોબરથી ગુજરાતનાં વિવિધ સ્થળોની મુલાકાતે છે. આ મુલાકાતના ભાગરૂપે આજે પ્રતિનિધિમંડળના સભ્યો એકતાનગર ખાતે પહોંચ્યા હતા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતા નિહાળવાની સાથે સરદાર પટેલના રાષ્ટ્રનિર્માણમાં રહેલા અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું. આગામી તા. 30 અને 31 ઓક્ટોબરે યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં પણ આ પ્રતિનિધિમંડળ સહભાગી બનશે.
આ પ્રસંગે ઓડિશાથી આવેલા શ્રી શબક મિહિરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થવાની તક આપવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. મહારાષ્ટ્રથી આવેલા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પ્રમોદભાઈ ભાતનાતે પણ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સહભાગી બનવાનો અવસર મળ્યો હોવાનું જણાવી આનંદ વ્યક્ત કર્યો હતો.
આ નાગરિક પ્રતિનિધિમંડળમાં રાજનીતિ, સમાજસેવા, વકીલાત, અભ્યાસ, પત્રકારત્વ સહિત વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા નાગરિકો જોડાયા છે. વિવિધ રાજ્યોના નાગરિકોની આ સહભાગિતા દેશની વિવિધતામાં એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવવાની સાથે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પને પ્રોત્સાહન આપે છે.
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થવા આવેલા આ પ્રતિનિધિમંડળની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતથી રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને દેશની સાંસ્કૃતિક વિવિધતાના સંદેશને વધુ વ્યાપક બનાવવાનો પ્રયાસ સાકાર થઈ રહ્યો છે.
📲Get App