🔥 ट्रेंडिंग कुचेरा निंबड़ी रोड पर टक्कर से एक व्यक... सेवक साहू, 20 वर्षीय युवक की लापता होन... दौसा: सरपंच पद की प्रत्याशी विज्ञावती... नागा समुदाय ने राज्यत्व प्रस्ताव को अस... पेड़ काटने के विवाद ने मणिपुर में नई त... अहमदपुर खालसा में करवा चौथ का भव्य उत्...
29 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ધનસુરા ખાતે નિર્માણાધીન નવા સામુદાયિક આરોગ્ય કેન્દ્રની જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપનાએ મુલાકાત લઈ બાંધકામની કામગીરીનું નિરીક્ષણ કર્યુ

✍️ रिपोर्टर: Pandor Sanjay 🗓 29 अक्टू. 2026, 08:07 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રી મિલિન્દ બાપનાએ ધનસુરા ખાતે નિર્માણાધીન નવા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC)ની મુલાકાત લઈ બાંધકામની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે આરોગ્ય કેન્દ્રના નિર્માણકાર્યની પ્રગતિ, બાંધકામની ગુણવત્તા તેમજ સુવિધાઓ અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી.

જિલ્લા કલેક્ટરશ્રીએ આરોગ્ય કેન્દ્રનું બાંધકામ ગુણવત્તાના નિયત ધોરણો અનુસાર અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ, બાંધકામની કામગીરીમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવા અને કામગીરીની નિયમિત દેખરેખ રાખવા સૂચનાઓ આપી હતી. ધનસુરા ખાતે નવા સામુદાયિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ પૂર્ણ થવાથી સ્થાનિક નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓ વધુ સુલભ બનશે અને વિસ્તારની આરોગ્ય સેવાઓને વધુ મજબૂતી મળશે.

જિલ્લા કલેક્ટરશ્રીએ ધનસુરા ખાતે આવતીકાલે યોજાનાર પીએમ કિસાન સન્માન કાર્યક્રમના સ્થળની પણ મુલાકાત લઈ આયોજન અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કાર્યક્રમ સુચારુ રીતે યોજાય તેમજ ખેડૂતોને કોઈ અગવડ ન પડે તે માટે જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમના માધ્યમથી ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંગે માહિતી અને માર્ગદર્શન મળી શકશે તેમજ યોજનાના લાભો અંગે જાગૃતિ વધશે.
📲Get App