🔥 TRENDING આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલન... Taylor Sheridan's 'The Madison' Season... Fahadh Faasil’s ‘Don’t Trouble The Tro... The Times of India releases official t... Times of India releases special look f... Uttarakhand forest panel again rejects...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઓડિશાવાસીઓ ગાંધીજીના ઐતિહાસિક દાંડી યાત્રા સાથે સંકળાયેલા સ્મારકોથી થયા પ્રભાવિતઃ

✍️ Reporter: Kamlesh Solanki 🗓 29 Oct 2026, 08:00 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઓડિશાવાસીઓ ગાંધીજીના ઐતિહાસિક દાંડી યાત્રા સાથે સંકળાયેલા સ્મારકોથી થયા પ્રભાવિતઃ

નવસારીના દાંડી બીચ તથા સૈફીવિલા સહિતના પ્રવાસન સ્થળોની મુલાકાત લેતા ઓડિશાના પ્રબુદ્ધ નાગરિકો:
-----
ઓડિશાવાસીઓ ગાંધીજીના ઐતિહાસિક દાંડી યાત્રા સાથે સંકળાયેલા સ્મારકોથી થયા પ્રભાવિતઃ
------

ગુજરાત ટુરિઝમના ઉપક્રમે રાષ્ટ્રીય એકતા યાત્રાના પરિપેક્ષમાં ઓડિશાના કાલાહાંડી, રાયગોડા, બલાંગીર અને નુવાપુરા જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો તા.૨૬ થી ૩૧ ઓક્ટોબર સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતના પ્રવાસન સ્થળોની મુલાકાતે છે. આજે ત્રીજા દિવસે ભારતના સ્વતંત્રતા સંગ્રામના અમર પ્રતિક સમાન ઐતિહાસિક ભૂમિ દાંડી ખાતે ભાવસભર મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન પ્રવાસીઓએ દાંડી બીચ, ઐતિહાસિક સૈફી વિલા, પ્રાર્થના મંદિર, કિર્તી સ્તંભ તેમજ રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારકની મુલાકાત લઈને મહાત્મા ગાંધીજીની સ્મૃતિઓને નમન કર્યા હતા.
મુલાકાતીઓએ ૧૯૩૦ની ઐતિહાસિક દાંડી યાત્રા દરમિયાન ગાંધીજીએ જ્યાં રોકાણ કર્યું હતું તે 'સૈફી વિલા' ખાતે પહોંચી સત્યાગ્રહના ઇતિહાસ વિશે ઝીણવટભરી માહિતી મેળવી હતી. ત્યારબાદ તમામ નાગરિકોએ દાંડી દરિયાકિનારે જઈને જ્યાં ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો તે સ્થાનના દર્શન કર્યા હતા.
રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક ખાતે સ્થપાયેલી ગાંધીજી અને તેમના ૭૯ સાથી સત્યાગ્રહીઓની કાંસાની પ્રતિમાઓ, ભીંતચિત્રો અને ડિજિટલ પ્રદર્શન જોઈને ઓડિશાના પ્રવાસીઓ ભાવવિભોર બન્યા હતા. ઓડિસાના નાગરિકોએ જણાવ્યું હતું કે, "દાંડીની આ પવિત્ર ભૂમિ પર આવીને આપણને દેશભક્તિ અને અહિંસાના વિચારોની સતત પ્રેરણા મળે છે. ભારતની આઝાદીની ચળવળમાં આ સ્થાનનું યોગદાન અનન્ય રહ્યું છે."
આ પ્રવાસનો મુખ્ય હેતુ દેશના વિવિધ રાજ્યોના નાગરિકો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન વધારવા અને દેશના સ્વતંત્રતા સંગ્રામના ઐતિહાસિક વારસાથી લોકોને પરિચિત કરાવવાનો હતો. મુલાકાત દરમિયાન સ્થાનિક તંત્ર અને માર્ગદર્શકો દ્વારા પ્રવાસીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
📲Get App