🔥 ट्रेंडिंग मुरबाड : काळू धरण जनतेसाठी की अदानीच्य... ବି ଜେ ପି ପକ୍ଷରୁ ସ୍ଥାନୀୟ ଓରିୟନ ହୋଟେଲରେ... દલિત સમાજ વૃદ્વ ની અંતિમવિધિ અટકાવવા ન... Berasia me aaj barish hu કોઠંબા નજીક જોષીયાના મુવાડા ગામે અવારુ... मेघालय मॉनिटर ने लता मंगेशकर के बहुआया...
29 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સાબરકાંઠામાં વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી દરમિયાન ૯૩૬ બોટલો સાથે પકડાયો આરોપી

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 29 अक्टू. 2026, 03:51 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાન બોર્ડરથી ઘુસાડાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરની ૯૩૬ બોટલો સાથે એક આરોપીને પકડી લીધું છે.

સાબરકાંઠા જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) દ્વારા દારૂની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા માટે સખત કાર્યવાહી કરવામાં આવી છે. વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રાજસ્થાન બોર્ડરથી ચોરી છુપીથી ગુજરાતમાં ઘુસાડાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરની ૯૩૬ બોટલો સાથે એક આરોપીને પકડવામાં આવ્યો છે. આ ઘટનામાં કુલ રૂ. ૬,૮૮,૪૮૧/- ના મુદ્દામાલની કબ્જે કરવામાં આવી છે.

પોલીસ સૂત્રો મુજબ, નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ (IPS) અને પોલીસ અધિક્ષક શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહીલ (IPS) ના સતત માર્ગદર્શન હેઠળ, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.સી. સાકરીયા અને પોલીસ સુપરિન્ટેન્ડન્ટ ઇન્સ્પેક્ટર શ્રી એસ.જે. ચાવડા ની રાહબરીમાં એલ.સી.બી. સ્ટાફ દ્વારા અસમાજિક તત્વો પર નજર રાખવામાં આવી હતી. તા. ૨૯/૧૦/૨૦૨૬ ના રોજ વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ધરોઇ રોડ પર ગામડી ગામ પાસે એચ.સી. દેવરાજ ખીમજીભાઈ ને બાતમી મળી કે એક સફેદ રંગની મારૂતી ઇકો ગાડી (નંબર GJ38BB5461) માં વિદેશી દારૂ ભરી જેતપુરથી કોદરેલી ચોકડી, ગામડી થઈ હઠોજ તરફ જઈ રહી છે.

બાતમી આધારે પોલીસે ગામડી ગામ પાસે વોચ અને નાકાબંધી કરી હતી. ત્યારબાદ કોદરેલી ચોકડી બાજુથી બાતમીવાળી ગાડી આવતાં પોલીસે તેને રોકી ચેક કર્યું. તપાસમાં ગાડીમાં વિદેશી દારૂ અને બીયરની પેટીઓ મળી આવ્યાં. જ્યારે દારૂ રાખવા અંગેની પરમીટ માંગવામાં આવી ત્યારે આરોપી પાસે તેની હાજરી નહોતી. આ દરમિયાન વિદેશી દારૂ/બીયરની ૨૭ પેટીઓ અને ૯૩૬ બોટલો (કિંમત રૂ. ૩,૮૩,૪૮૧/-), મારૂતી ઇકો ગાડી (કિંમત રૂ. ૩,૦૦,૦૦૦/-) અને એક મોબાઇલ ફોન (કિંમત રૂ. ૫,૦૦૦/-) મળી કુલ રૂ. ૬,૮૮,૪૮૧/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરવામાં આવ્યો છે.

આ ઘટનામાં આરોપીઓ વિરુદ્ધ વડાલી પોલીસ સ્ટેશનમાં ગુ.ર. નં. ૧૧૨૦૯૦૫૪૨૬૧૧૯૩/૨૦૨૬ નો કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ ગુજરાત પ્રોહિબિશન એકટની કલમ ૬પએઇ, ૮૧ અને ૮૩ મુજબ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App