🔥 TRENDING आमदार ज्ञानेश्वर म्हात्रे यांच्या आक्र... ರಾಯಚೂರು ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ಅಸ್ಪೃಶ್ಯತೆ ಇನ್ನೂ ಜ... भगता गांव में पशु स्वास्थ्य एवं जागरूक... नवादा में शादीशुदा महिला का शव पेड़ से... ਮੋਹਾਲੀ ''ਚ CBI ਦੀ ਵੱਡੀ ਕਾਰਵਾਈ, ਪੰਜਾਬ ਮ... Himachal Pradesh Braces for Rain, Snow...
28 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી ૨૦૨૬: ચૂંટણી પંચે જાહેર કર્યા મતદાન અને મતગણતરીના તારીખો

✍️ Reporter: Shahid Rathod 🗓 28 Oct 2026, 08:43 PM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાત રાજ્યમાં આગામી ગ્રામ પંચાયત ચૂંટણી ૨૦૨૬ માટે ચૂંટણી પંચે સંપૂર્ણ સમય સૂચી જાહેર કરી છે. મતદાન ૧૯ ડિસેમ્બર ૨૦૨૬ ની રાત્રે થશે.

ગુજરાત રાજ્યમાં આગામી ગ્રામ પંચાયત ચૂંટણી ૨૦૨૬ ની પ્રક્રિયાને લઈને ચૂંટણી પંચે મહત્વની જાહેરાત કરી છે. ચૂંટણી પ્રક્રિયાના તમામ મુખ્ય તબક્કાઓ માટેની તારીખો જાહેર કરવામાં આવી છે, જેમાં જાહેરનામું, ફોર્મ ભરવાની તારીખ, મતદાન અને મતગણતરી સહિતની સંપૂર્ણ સમય સૂચી નો સમાવેશ થાય છે.

ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ ૨૯ નવેમ્બર ૨૦૨૬ ના રોજ જાહેરનામા સાથે થશે. તે પછી ૪ ડિસેમ્બર ૨૦૨૬ ના રોજ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. ફોર્મ ની ચકાસણી ૬ ડિસેમ્બર ૨૦૨૬ ના રોજ થશે, જ્યારે ફોર્મ પરત ખેંચવા માટેની અંતિમ તારીખ ૭ ડિસેમ્બર ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે.

મતદારો માટે સૌથી મહત્વની તારીખ ૧૯ ડિસેમ્બર ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે, જેના રોજ સવારે ૭:૦૦ વાગ્યાથી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી મતદાન થશે. મતગણતરીની પ્રક્રિયા ૨૧ ડિસેમ્બર ૨૦૨૬ ના રોજ શરૂ થશે અને ચૂંટણી પ્રક્રિયા ૨૪ ડિસેમ્બર ૨૦૨૬ ના રોજ સંપૂર્ણ થશે.
📲Get App