🔥 TRENDING 'Premada Oorali' Continues Box Office... Keerthy Suresh Imagines Playing Differ... Karnataka to Revise Gruha Lakshmi Sche... NDA Sweeps MLC Elections in Congress‑R... Rajasthan Panchayat Elections: Voting... India, HD Hyundai Push Forward with Gr...
28 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sports

દેવભૂમિ દ્વારકા ના ૫૦ વર્ષીય ખેલાડીએ ઐથ્લેટિકસમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યો.

✍️ Reporter: Trivedi Sandeep 🗓 28 Oct 2026, 09:18 AM 👁 46
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દેવભૂમિ દ્વારકા ના ૫૦ વર્ષીય ખેલાડીએ ઐથ્લેટિકસમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યો.

દેવભૂમિ દ્વારકા ના ૫૦ વર્ષીય ખેલાડીએ ઍથ્લેટિક્સમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યો.
દ્વારકા ના શ્રી ભડકેશ્વર યોગ ગ્રૂપ સાથે સંકળાયેલા અબોટી બ્રાહ્મણ સમાજ ના ધનજીભાઈ લુણાવિયા એ રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ને દ્વારકા સહિત સમગ્ર બ્રહ્મ સમાજ નું ગૌરવ વધાર્યું છે. દેવગઢ બરીયા ના સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે તા. ૨૫ ઑક્ટોબર ૨૦૨૬ ના રોજ યોજાયેલી ગુજરાત સ્ટેટ માસ્ટર્સ ઐથ્લેટિકસ ચેમ્પીયનશિપ માં તેમણે બે ચંદ્રકો પોતાના નામે કર્યા હતા.
સ્પર્ધા માં ૫૦ વર્ષ થી વધુ વયજૂથ ની કેટેગરી માં ભાગ લેનાર ધનજીભાઈ લુણાવીયા એ હાઈજમ્પ માં શાનદાર દેખાવ કરી ને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો, જ્યારે લોંગજમ્પ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે સિલ્વર મેડલ મેળવી બીજી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તેમની આ સફળતા દ્વારકા ના રમતપ્રેમીઓ અને સમસ્ત બ્રહ્મસમાજ માં આનંદ ની લાગણી પ્રસરી છે.
ધનજીભાઈ ની આ સિદ્ધિ પાછળ ભડકેશ્વર યોગ ગ્રૂપ ના ફિટનેસ અને સ્પોર્ટ્સ ટ્રેનર ચેતનભાઈ જીંદાની નું પણ મહ્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેમની તાલીમ અને માર્ગદર્શન થી ધનજીભાઈ એ રાજ્યકક્ષા ની સ્પર્ધામાં પોતાની રમત કૌશલ્ય નો પરિચય કરાવ્યો હતો
વધતી ઉંમરે પણ શારીરિક તંદુરસ્તી જાળવીને રમત ગમત માં સક્રિય રહી શકાય છે, તેનો પ્રેરણાદાયી સંદેશ ધનજીભાઈ લુણાવીયા એ પોતાની સિદ્ધિ દ્વારા આપ્યો છે.
તેમની આ સફ્ળતા દેવ ભૂમિદ્વારકા તેમજ સમગ્ર બ્રહ્મસમાજ માટે ગૌરવ ની બાબત બની છે.
📲Get App