🔥 ट्रेंडिंग भारत और लिकटेंस्टीन ने व्यापार को बढ़ा... पीजीटीआई ने बिजनेस टुडे के साथ कॉरपोरे... गूगल शेयर बढ़े, ओपनएआई के TPU में रुचि... सुप्रीम कोर्ट ने फार्मा कंपनियों को सि... અનંતની ઇમોશનલ સ્પીચમાં પિતા મુકેશ રડી... बेंगलुरु के लिए निकले युवक का आठ महीने...
28 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

અમરેલી-ખીજડીયા નવનિર્મિત બ્રોડગેજ રેલવે લાઇનનું સફળ પરીક્ષણ

✍️ रिपोर्टर: Rangpara Shaileshbhai 🗓 28 अक्टू. 2026, 11:13 AM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી અને ખીજડીયા વચ્ચે 27 કિ.મી.ની નવનિર્મિત બ્રોડગેજ રેલવે પાટા પર 20 ઓક્ટોબરે ટ્રાયલ રન અને સુરક્ષા નિરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ થયું.

અમરેલી, ગુજરાત: અમરેલી અને ખીજડીયા વચ્ચે 27 કિલોમીટર લાંબી નવનિર્મિત બ્રોડગેજ રેલવે પાટા પર 20 ઓક્ટોબરે ટ્રાયલ રન અને સુરક્ષા નિરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ થયું.

કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી (CMRS) દ્વારા આ સેક્શનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં 120 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ પણ સફળ રહી.

હવે આ રૂટને કમિશનર ઓફ રેલવે સેફ્ટી (CRS) ની અંતિમ મંજૂરીની રાહ છે; મંજૂરી મળતા જ ટ્રેન વ્યવહાર શરૂ થશે.

આ પ્રસંગે મિશન બ્રોડગેજ અમરેલી ટીમ અને ધારી પત્રકાર સંઘ દ્વારા રેલ્વે તંત્રને રજૂઆત કરવામાં આવી, જેમાં અમરેલીથી સીધી ટ્રેન સેવા શરૂ કરવી અને અમરેલી, ચલાલા, ધારી જેવા સ્ટેશનોનો ઝડપી વિકાસ કરવાની માંગ કરવામાં આવી.
📲Get App