🔥 TRENDING राजापुर में आज काली का विसर्जन ग्रेटर नोएडा के पंजाब नेशनल बैंक (PNB)... ਲਖਵਿੰਦਰ ਸਿੰਘ ਸਪਰਾ ਨੂੰ ਬੀਜੇਪੀ ਸੂਬਾ ਵਰਕਿ... India Thrash Bangladesh 13–0 in Asian... Income Tax Department Raids De-Addicti... Amritsar Police Seize 10 Foreign Pisto...
28 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અંજાર પોલીસની મોટી કાર્યવાહી: કંપનીમાંથી ૧.૮૦ લાખના બેરિંગ ચોરનારા ત્રણ શખ્સો ઝડપાયા

✍️ Reporter: Rameshbhai Ven 🗓 28 Oct 2026, 09:44 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મોડવદર સીમની જય ઇકો ગ્રીન ફ્યુઅલ કંપનીમાંથી થયેલી ચોરીનો ભેદ અંજાર પોલીસે ઉકેલી કુલ ૧.૮૦ લાખની કિંમતનો મુદ્દામાલ રિકવર કર્યો છે. ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે એક ફરાર આરોપીની શોધખોળ ચાલુ છે.

અંજાર પૂર્વ કચ્છના અંજાર તાલુકાના મોડવદર સીમ વિસ્તારમાં આવેલી જય ઇકો ગ્રીન ફ્યુઅલ પ્રા.લિ. કંપનીમાંથી કોપર અને લોખંડના રોલર બેરિંગની ચોરીના બનાવમાં અંજાર પોલીસે સફળતા મેળવી છે. પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને કુલ ૧.૮૦ લાખની કિંમતનો ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે આ કેસમાં સંડોવાયેલા અન્ય એક આરોપીને પકડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તા. ૨૭ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ રાત્રિના સમયે કંપનીમાંથી કુલ ૩૦ રોલર બેરિંગની ચોરી થઈ હતી. એક બેરિંગની કિંમત આશરે ૬,૦૦૦ રૂપિયા હોવાથી કુલ ૧,૮૦,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ ચોરાયો હતો. આ અંગે અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા પછી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.

પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. સાથે જ ટેકનિકલ તપાસ અને ખાનગી બાતમીદારોની મદદથી ચોરીમાં સંડોવાયેલા શખ્સો સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરાયા હતા. આ દરમિયાન અંજાર-વરસામેડી રોડ પર હાડમિલ પાસે બાવળની ઝાડીમાં ચોરીનો મુદ્દામાલ સગેવગે કરવાની હિલચાલ અંગે પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ત્રણ શખ્સોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પૂછપરછમાં આરોપીઓએ ચોરીનું કબૂલ્યું આપ્યું છે.

ઝડપાયેલા આરોપીઓમાં જુસબ ઉર્ફે બાડો ઓસ્માણ ટાંક (ઉંમર ૩૪ વર્ષ), રમજાન હાજીભાઈ ડોરેજા (ઉંમર ૩૦ વર્ષ) અને ગુલામ ઈશાકભાઈ ટાંક (ઉંમર ૪૬ વર્ષ)નો સમાવેશ થાય છે. ત્રણેય આરોપીઓ ખારી રોહર, તા. ગાંધીધામ વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આરોપી જુસબ સામે અગાઉ ગાંધીધામ એ-ડિવિઝન, બી-ડિવિઝન અને પધ્ધર પોલીસ સ્ટેશનમાં ચોરી અને અન્ય ગુનાઓ નોંધાયેલા છે. ઉપરાંત, ચોરીનો મુદ્દામાલ લઈ જવા માટે વાહનની વ્યવસ્થા કરી આપનાર સબીર ઓસમાણ નિગામરાનું નામ પણ સામે આવ્યું છે, જે હાલ ફરાર છે.

આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એમ.પી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજા, પીએસઆઈ એસ.જી. વાળા, સી.એમ. ચૌધરી તથા પોલીસ સ્ટાફ જોડાયો હતો. હાલ ફરાર આરોપીને પકડવા અને ગુનાની વધુ વિગતો જાણવા માટે તપાસ ચાલુ છે.
📲Get App