🔥 TRENDING लोणी हद्दीत आयशर टेम्पो आगीच्या भक्ष्य... ਪੰਜਾਬ ਵਿਧਾਨ ਸਭਾ 'ਚ ਕਾਂਗਰਸੀ ਵਿਧਾਇਕਾਂ ਨੂ... सिकंदराराऊ के बिलार के पास भीषण सड़क ह... ਪੰਜਾਬ ਵਿੱਚ ਮੁੜ ਮੀਂਹ ਪੈਣ ਦੀ ਸੰਭਾਵਨਾ, ਯੈ... DMK, BJP Slam CM Vijay After Tamil Nad... 17 Prisoners Escape from Tamil Nadu Ja...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાષ્ટ્રીય કિસાન સંગઠને ગાંધીનગર કૂચ અને ઉગ્ર આંદોલનની ચેતવણી આપી

✍️ Reporter: Naresh Thakor 🗓 27 Oct 2026, 11:04 AM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાને| સરકારે દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા નથી. આના કારણે ખેડૂતો અને પશુપાલકોમાં ભારે રોષ છે. રાષ્ટ્રીય કિસાન સંગઠનના મહામંત્રી રામસંગજી ગોહિલે ઉગ્ર આંદોલન અને ગાંધીનગર કૂચની ચેતવણી આપી છે.

ખેડૂત પ્રતિનિધિઓએ સરકાર પર વરસાદના ખોટા આંકડા બતાવીને ભ્રમિત કરવાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું| છે કે આ વિસ્તારોમાં અત્યંત ઓછો વરસાદ થયો છે, જેના કારણે પરિસિ્થત ગંભીર બની છે.
ઘાસચારા અને પાણીના અભાવે પશુપાલકો માટે પશુઓને જીવાડવા મુશ્કેલ બન્યું છે. ખેતી નિષ્ફળ ગઈ છે અને પશુપાલન વ્યવસાય ભાંગી પડવાની અણી પર છે.

સ્થાનિક ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક આ વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે અને રાહત ઉપાયો શરૂ કરે. જો માંગણીઓ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન અને ગાંધીનગર ઘેરાવની જવાબદારી રાજ્ય સરકારની રહેશે
📲Get App