નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભીલડી પહોંચ્યા:
બનાસકાંઠાના ડીસા તાલુકાના ભીલડી ખાતે નાયબ| મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા. તેમણે 30 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને ચાલી રહેલી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસ ડેરીના આધુનિક પશુ સંવર્ધન કેન્દ્રનું લોકાર્પણ કરશે. આ કેન્દ્ર આશરે રૂ. 325 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.
બનાસ ડેરી દ્વારા દેશી ગાય અને ભેંસોની ઓલાદ સુધારવા માટે આ નવું કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. ઉત્તમ પશુઓ અને દૂધ ઉત્પાદન વધારવાના હેતુથી તૈયાર થયેલું આ કેન્દ્ર દેશ માટે રોલ મોડલ બનવાની અપેક્ષા છે.