વિરમગામમાં ભરવાડી પોલીસ ચોકીનું નવીનીકરણ બાદ ઉદ્ઘાટન કરાયું

==================
વિરમગામ શહેરમાં આવેલી વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન હેઠળની ભરવાડી પોલીસ ચોકીનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. નવીનીકરણ બાદ આજે પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.પોલીસ ચોકીના નવીનીકરણથી પોલીસની કામગીરી માટે વધુ સુવિધાજનક વાતાવરણ ઉપલબ્ધ બનશે. આ ઉપરાંત સ્થાનિક વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ નાગરિકોને પોલીસ સંબંધિત સેવાઓ વધુ સારી રીતે મળી રહે તે દિશામાં આ કામગીરી મહત્ત્વપૂર્ણ બની રહેશે.આ પ્રસંગે પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વિરમગામ રિપોર્ટર આસીક અલી ગીલાણી, વિરમગામ