એકતા પરેડમાં અંબાજીના આદિવાસી બાળકોની હેટ્રિક: સતત ત્રીજી વખત બેગપાઇપર બેન્ડથી દેશભક્તિના સૂર રેલાવશે
સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં અંબાજીના ‘શ્રી શક્તિ સેવા કેન્દ્ર’ના ૨૫ આદિવાસી બાળકો સતત ત્રીજી વખત બેગપાઇપર બેન્ડનું પ્રદર્શન કરશે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીના અવસરે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં આ બાળકો દેશભક્તિના સૂર રેલાવશે.
‘ભીખ નહીં, શિક્ષણ’ના મંત્ર સાથે છેલ્લા ૧૬ વર્ષથી કાર્યરત શ્રી શક્તિ સેવા કેન્દ્ર અને માર્ગદર્શક નિતિન પરમારના પ્રયાસોથી વંચિત આદિવાસી બાળકોને નવી દિશા મળી છે. એક સમયે ભીખ માગવા કે બાળમજૂરી કરવા મજબૂર બાળકો આજે છ વર્ષના કઠોર પ્રશિક્ષણ, શિસ્ત અને સતત રિયાઝના બળે રાષ્ટ્રીય મંચ પર પોતાની પ્રતિભા દર્શાવી રહ્યા છે.
હાલમાં બેન્ડના ૨૫ બાળકો સ્ટેચ્યુ ઓફ યુનિટીના પટાંગણમાં પરેડ માટે રિહર્સલ કરી રહ્યા છે. સંગીત સાથે આત્મવિશ્વાસ, નેતૃત્વ અને ટીમવર્કના ગુણો કેળવનાર આ બાળકોની સિદ્ધિ અન્ય વંચિત બાળકો માટે પ્રેરણારૂપ બની છે. પહાડોમાંથી નીકળીને રાષ્ટ્રીય મંચ સુધી પહોંચેલા આ બાળકો સાબિત કરે છે કે યોગ્ય માર્ગદર્શન અને તક મળે તો આદિવાસી બાળકો પણ સફળતાનાં શિખરો સર કરી શકે છે.