🔥 TRENDING ଆଜି ଶ୍ରୀମନ୍ଦିରରେ କୁମାର ପୂର୍ଣ୍ଣିମାର ସ୍ୱ... Sudeep Pharma Receives FDA Approval fo... Karnataka Sugar Factories Raise Concer... Uttar Pradesh Court Acquits Rahul Gand... ଆଜିଠାରୁ ଆରମ୍ଭ କାର୍ତ୍ତିକ ବ୍ରତ, ପୁରୀରେ ହ... Kumaraswamy alleges Shivakumar involve...
26 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગરના સવગઢમાં ગુલિસ્તા સોસાયટી તરફ જતા નવા રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 26 Oct 2026, 12:36 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સવગઢ પાનપુર પાટિયા ખાતે મહિલા સરપંચ તસ્કીનબેન અને ઈઝહાર તાંબડીયાના હસ્તે નવા રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું..

સાબરકાંઠાના-:
હિંમતનગરના સવગઢ પાનપુર પાટિયા વિસ્તારમાં ડોડિયા ફર્નિચરની બાજુમાં આવેલી ગુલિસ્તા સોસાયટી તરફ જતા નવા રસ્તાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સવગઢના મહિલા સરપંચ તસ્કીનબેન અને ઈઝહાર તાંબડીયાના હસ્તે રિબન કાપીને રસ્તો જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.આ લોકાર્પણ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ડેપ્યુટી સરપંચ ફિરોઝભાઈ કંડિયા,પૂર્વ તાલુકા સદસ્ય હાજીભાઈ બાવન,તલાટી કમ મંત્રી નિશાબેન શાહ,AIMIMના સાબરકાંઠા જિલ્લા પ્રમુખ સિકંદર શેખ તેમજ ગુલિસ્તા સોસાયટીના પ્રમુખ હનીફ મકરાણી સહિતના આગેવાનોનો સમાવેશ થાય છે..

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો પણ હાજર રહ્યા હતા.નવા રસ્તાના લોકાર્પણથી ગુલિસ્તા સોસાયટી તરફ અવરજવર કરતા સ્થાનિક રહીશોને મોટી સુવિધા મળશે.રસ્તાના નિર્માણથી વિસ્તારના લોકોના પરિવહન અને અવરજવરમાં સરળતા રહેશે,જેનાથી સ્થાનિક રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
📲Get App