🔥 TRENDING Sarpanch's Brother Allegedly Murdered... Amritsar Village Head's Brother Murder... Chennai Express Hits Tractor on Tracks... वाराणसी में स्नातक-शिक्षक MLC चुनाव पर... mathura वृंदावन - कांग्रेस में वापसी प... হাওড়া জেলার খালনা গ্রামে লক্ষ্মী পূজা...
26 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગરમાં ટ્રાફિક ડ્રાઇવ: લાઇસન્સ વિનાની બાઇક્સ અને અતિશય ગતિવાળા વાહનોને ડિટેઇન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 26 Oct 2026, 10:00 PM 👁 29
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર પોલીસ સ્ટેશનએ તહેવારોની પૂર્વ તૈયારીમાં ઇલોલ ચાર રસ્તા ખાતે કડક ટ્રાફિક ચેકિંગ કરી, લાઇસન્સ વિનાના અને અતિશય ગતિવાળા વાહનોને તાત્કાલિક ડિટેઇન કર્યા..

સાબરકાંઠાના-:
હિંમતનગર આગામી તહેવારોની ઉજવણી પહેલાં શાંતિ અને સલામતી જાળવવાના હેતુથી હિંમતનગર પોલીસ સ્ટેશનએ ઇલોલ ચાર રસ્તા ખાતે કડક ટ્રાફિક ડ્રાઇવ ચલાવી.આ કામગીરીમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના PSI,ટ્રાફિક પોલીસ અને ઇલોલ આઉટપોસ્ટના જમાદાર સહિતની ટીમ સામેલ હતી.ટીમે વાહનોની વિગતવાર ચેકિંગ કરી,લાઇસન્સ વગર વાહન ચલાવતા,અધૂરા કાગળો (RC book અને ઇન્શ્યોરન્સ) ધરાવતા અને મોડિફાઇડ સાયલેન્સર લગાવી અવાજ પ્રદૂષણ ફેલાવતા ચલકો સામે કડક કાર્યવાહી કરી.સાથે જાહેર માર્ગો પર ફુલ સ્પીડે બાઇક દોડાવનારા અને અન્ય લોકોના જીવનને જોખમમાં મૂકતા નિયમભંગ કરનારા બાઇક સવારોને સ્થળે જ ડિટેઇન કરવામાં આવ્યા.પોલીસની અચાનક કાર્યવાહીથી નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો..

અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી કે તહેવારો દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા અને જાહેર શાંતિ જાળવવા માટે આવા ચેકિંગ સતત ચાલુ રહેશે અને તમામ વાહનચાલકોએ નિયમોનું કડક પાલન કરવું અનિવાર્ય છે.આ પગલાં દ્વારા તહેવારોની ઉજવણી દરમિયાન કોઈ અણબનાવ કે અકસ્માત ન થાય એ હેતુ સાથે સુરક્ષા જાળવવામાં આવશે.
📲Get App