🔥 TRENDING पंचायतीराज आम चुनाव-2026 के मद्देनजर द... શિક્ષકશ્રીની વયનિવૃત્તિ નિમિત્તે સન્મા... दानापुर के रंजन पथ पर यूथ क्लब द्वारा... दौसा सदर थाना पुलिस की कार्रवाई करीब... छत्तीसगढ़ की IPS अंकिता शर्मा का दशहरा... Mallikarjun Kharge Honors Dr. Shri Kri...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

કચ્છમાં કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ૮ ગેરકાયદેસર દબાણો દૂર, ૩.૧૩ કરોડની સરકારી જમીન મુક્ત

✍️ Reporter: Rameshbhai Ven 🗓 25 Oct 2026, 03:39 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભુજ કચ્છ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ૨૪ અને ૨૫ ઓક્ટોબરના રોજ વિવિધ સ્થળોએ કાર્યવાહી કરીને કુલ ૮ દબાણો દૂર કરી અંદાજે ૩.૧૩ કરોડની કિંમતની ૨૦,૨૨૬ ચોરસ મીટર સરકારી જમીન મુક્ત કરાઈ છે.

કચ્છ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ સરકારી જમીનોને ગેરકાયદેસર દબાણોથી મુક્ત કરવાની ઝુંબેશ અંતર્ગત ૨૪ અને ૨૫ ઓક્ટોબરના રોજ જિલ્લામાં વિવિધ સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન કુલ ૮ દબાણો દૂર કરી અંદાજે ૩.૧૩ કરોડની કિંમતની ૨૦,૨૨૬ ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરાવવામાં આવી હતી.

આ કાર્યવાહી દરમિયાન કુલ ૮ દબાણોમાંથી ૨ ધાર્મિક, ૪ વાણિજ્યિક અને ૨ અન્ય પ્રકારનાં દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. તાલુકાવાર કામગીરીમાં અંજાર તાલુકામાં સૌથી વધુ ૩ દબાણો, રાપરમાં ૨ દબાણો જ્યારે ભુજ, નખત્રાણા અને અબડાસામાં એક-એક દબાણ દૂર કરાયું હતું.

સમગ્ર કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગના સંકલનથી આ કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.

કચ્છ જિલ્લા વહીવટીતંત્રે સરકારી જમીનોનું સંરક્ષણ કરવા અને ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે આગામી સમયમાં પણ આવી ઝુંબેશ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
📲Get App