🔥 TRENDING Cash and Ring Stolen from Thar on Bhop... Shooting at Bhind District Hospital Sp... Umarria Woman Assaulted, Jewelry and C... हनुमानगढ़ में विजयादशमी पर राष्ट्रीय स... આસારામ બાપુની તબિયતમાં તકલીફ, પંચકર્મ... ਹਫ਼ਤਾਵਾਰੀ ਚੋਪਹਿਰਾ ਸਮਾਗਮ: ਬਾਬਾ ਦੀਪ ਸਿੰਘ...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

કચ્છમાં કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ૮ ગેરકાયદેસર દબાણો દૂર, ૩.૧૩ કરોડની સરકારી જમીન મુક્ત

✍️ Reporter: Rameshbhai Ven 🗓 25 Oct 2026, 03:39 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભુજ કચ્છ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ૨૪ અને ૨૫ ઓક્ટોબરના રોજ વિવિધ સ્થળોએ કાર્યવાહી કરીને કુલ ૮ દબાણો દૂર કરી અંદાજે ૩.૧૩ કરોડની કિંમતની ૨૦,૨૨૬ ચોરસ મીટર સરકારી જમીન મુક્ત કરાઈ છે.

કચ્છ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ સરકારી જમીનોને ગેરકાયદેસર દબાણોથી મુક્ત કરવાની ઝુંબેશ અંતર્ગત ૨૪ અને ૨૫ ઓક્ટોબરના રોજ જિલ્લામાં વિવિધ સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન કુલ ૮ દબાણો દૂર કરી અંદાજે ૩.૧૩ કરોડની કિંમતની ૨૦,૨૨૬ ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરાવવામાં આવી હતી.

આ કાર્યવાહી દરમિયાન કુલ ૮ દબાણોમાંથી ૨ ધાર્મિક, ૪ વાણિજ્યિક અને ૨ અન્ય પ્રકારનાં દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. તાલુકાવાર કામગીરીમાં અંજાર તાલુકામાં સૌથી વધુ ૩ દબાણો, રાપરમાં ૨ દબાણો જ્યારે ભુજ, નખત્રાણા અને અબડાસામાં એક-એક દબાણ દૂર કરાયું હતું.

સમગ્ર કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગના સંકલનથી આ કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.

કચ્છ જિલ્લા વહીવટીતંત્રે સરકારી જમીનોનું સંરક્ષણ કરવા અને ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે આગામી સમયમાં પણ આવી ઝુંબેશ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
📲Get App