🔥 TRENDING Shivanasamudra Waterfalls Roar as Kave... रामायण फिल्म पर ग्राउंड रिपोर्ट: रणबीर... उज्जैन में राज्य स्तरीय महिला बैडमिंटन... Forest Department Mandates Online Book... Manipur CM Announces 36-Community Pane... ISRO Begins Preparations for Chandraya...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મહેસાણામાં પ્રોહીબીશનની મોટી કાર્યવાહી: ૪.૬૧ લાખની વિદેશી દારૂની જથ્થો ઝડપી પાડ્યો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 25 Oct 2026, 03:00 PM 👁 17
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના સમરાપુર ગામમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર રીતે સંતાડેલા ૪,૬૧,૩૫૦ રૂપિયાના વિદેશી દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં ચૌહાણ ગુણવંતસિંહ વિજયસિંહ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે..

મહેસાણામાં-:
પ્રોહીબીશનની પ્રવૃત્તિઓને નાબુદ કરવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ અને નજર રાખવામાં આવી રહી છે.નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર રેન્જ) તથા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના સૂચનાઓના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) મહેસાણા દ્વારા વિવિધ ટીમો બનાવીને પ્રોહીબીશનની પ્રવૃત્તિ કરતા આરોપીઓ પર નજર રાખવામાં આવી હતી.આ કામગીરી દરમિયાન તારીખ ૨૪/૧૦/૨૦૨૬ ના રોજ ખાનગી રાહે માહિતી મળી કે ચૌહાણ ગુણવંતસિંહ વિજયસિંહ (રહે. સમરાપુર દરબારવાસ,તાલુકો સતલાસણા,જિલ્લો મહેસાણા) પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ગેરકાયદેસર રીતે સંતાડી રાખી વેપાર કરે છે.આ માહિતી મળતાં એલ સી બી કચેરીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી વી વાઘેલા,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર હરેન્દ્રસિંહ પ્રહલાદજી, હેડ કોન્સ્ટેબલ પ્રદીપકુમાર જયંતીભાઈ, પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ બાદરજી અને ડ્રાઇવર હેડ કોન્સ્ટેબલ મોહનસિંહ જોરસિંહના સમૂહ દ્વારા સુચના આપવામાં આવી હતી.પોલીસ ટીમે પંચના લોકોની હાજરીમાં આરોપીના ઘર અને ઘરની નજીક આવેલ બોરની ઓરડીમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન ભરેલ પેટીઓ મળી આવી હતી..

તપાસમાં કુલ ૩૬ શીલબંધ પેટી અને ૫૭૭ છૂટક બોટલ/બીયરના ટીન મળી કુલ ૧૬૫૧ (લી. ૫૭૭.૩૭) નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરેલા મુદ્દામાલનો કિંમતી મૂલ્ય ૪,૬૧,૩૫૦ રૂપિયાનો છે. આરોપી ચૌહાણ ગુણવંતસિંહ વિજયસિંહ વિરુદ્ધ સતલાસણા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એક્ટની કલમ ૬૫(એ)(ઈ) અને ૧૧૬(બી) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ પ્રશંસનીય કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ એમ કામળીયા,પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી વી વાઘેલા,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર હરેન્દ્રસિંહ પ્રહલાદજી,હેડ કોન્સ્ટેબલ પ્રદીપકુમાર જયંતીભાઈ,હેડ કોન્સ્ટેબલ મોહનસિંહ જોરસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ બાદરજીનો સમાવેશ થાય છે.પોલીસ દ્વારા પ્રોહીબીશનની પ્રવૃત્તિઓને નાબુદ કરવા માટે સતત કડક કાર્યવાહી કરવામાં આવશે.
📲Get App