🔥 TRENDING Ramayana Box Office Collection and Adv... Jailer 2 Surpasses ₹650 Cr, Poised to... Rajinikanth joins fans to watch ‘Jaile... Punjab Crackdown: 542 Farm Fires Spark... Check Your Name in Punjab's Electoral... Amit Shah Pushes ‘NDA Sarkar’ Narrativ...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

રાજકોટ યુનિવર્સિટી પોલીસે ગણતરીની કલાકોમાં ગુમ થયેલી બાળકીને શોધી કાઢી, પરિવાર સાથે મિલન કરાવ્યું

✍️ Reporter: Naqvi Mehdi Hasan 🗓 25 Oct 2026, 02:38 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલી એક બાળકીને પોલીસે ઝડપી કાર્યવાહી કરીને સહી-સલામત શોધી કાઢી છે. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી બાળકીને મળી આવી હતી.

રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલી એક બાળકીને પોલીસે ગણતરીની કલાકોમાં શોધી કાઢી અને તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે. આ ઘટના પોલીસની માનવતાભરી કામગીરીનો ઉદાહરણ બની રહી છે.

મળતી વિગતો મુજબ, બાળકીએ રસ્તો ભૂલી ગોળે અને પરિવારથી છૂટી પડી હતી. આ માહિતી મળતાં જ યુનિવર્સિટી પોલીસે તાત્કાલિક ટીમ બનાવી અને આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદ લઈને બાળકીને સહી-સલામત શોધી કાઢવામાં સફળતા મેળવી હતી.

બાળકી મળી આવ્યા બાદ પોલીસે તેને પોલીસ સ્ટેશન લાવી અને ત્યાંથી તેના પરિવારનો સંપર્ક કર્યો હતો. બાળકીને સુખદ રીતે તેના પરિવારને સોંપવામાં આવી હતી. દીકરી પરત મળતાં પરિવારે રાજકોટ પોલીસનો આભાર માન્યો હતો.

પોલીસની આ ઝડપી અને માનવતાભરી કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી છે. આ ઘટનાએ શહેરવાસીઓમાં પોલીસ પર વિશ્વાસ વધાર્યો છે.
📲Get App