🔥 TRENDING Cash and Ring Stolen from Thar on Bhop... Shooting at Bhind District Hospital Sp... Umarria Woman Assaulted, Jewelry and C... हनुमानगढ़ में विजयादशमी पर राष्ट्रीय स... આસારામ બાપુની તબિયતમાં તકલીફ, પંચકર્મ... ਹਫ਼ਤਾਵਾਰੀ ਚੋਪਹਿਰਾ ਸਮਾਗਮ: ਬਾਬਾ ਦੀਪ ਸਿੰਘ...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

હિંમતનગરમાં દેહવ્યાપારનો પર્દાફાશ: સંચાલિકા ઝડપાઈ,બે યુવતીઓને મુક્ત કરાઈ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 25 Oct 2026, 03:26 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં ગિરધરનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ચાલતા દેહવ્યાપાર રેકેટનો એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે સંચાલિકાની ધરપકડ કરી છે અને બે યુવતીઓને મુક્ત કરાવી છે..

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં ગિરધરનગર વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં દેહવ્યાપાર ચાલતો હોવાની બાતમીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સોનલબેન ગીરીશભાઈ વ્યાસ નામની મહિલાની ધરપકડ કરી છે,જે આ કૃત્યની સંચાલિકા હોવાનું સામે આવ્યું છે.પોલીસને મળેલી બાતમી મુજબ આ રહેણાંક મકાનમાં બહારથી યુવતીઓને બોલાવીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી હતી..

AHTU ટીમે દરોડો પાડીને આ રેકેટનો પર્દાફાશ કર્યો હતો અને દેહવ્યાપારમાં સંડોવાયેલી બે યુવતીઓને મુક્ત કરાવી હતી.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સંચાલિકા ગ્રાહકો પાસેથી પ્રતિ યુવતી દીઠ રૂ.1,000 લેતી હતી.તેમાંથી રૂ.500 યુવતીઓને આપી દેતી હતી અને બાકીના રૂ.500 પોતાના કમિશન તરીકે રાખતી હોવાનો આરોપ છે.પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App