Crime
મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ મોટરસાયકલ કબ્જે કરી આરોપીને પકડી લીધો..
મહેસાણા જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરીના ગુનાઓ અટકાવવા માટેની કામગીરી દરમિયાન એક અનડિટેક્ટ ગુન્હો ડિટેક કરી કિંમત રૂ.30,000/-ની મોટરસાયકલ કબ્જે કરી આરોપી જીગર અખુજાને પકડી લીધો છે..
મહેસાણામાં-:
વાહન ચોરીના ગુનાઓ અટકાવવા તથા અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર રેન્જ) તથા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ સૂચના આપી હતી.આ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ એમ કામળીયાએ જિલ્લામાં વાહન ચોરીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમો પર વોચ રાખીને કામગીરી હાથ ધરી હતી. આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.ડી.કાકરેચા અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ મહેસાણા શહેરના એ.ડીવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.તે દરમિયાન આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પિયુષકુમાર નગીનભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ મનુજી ફતેસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી.આ બાતમીના આધારે મહેસાણા જિલ્લા પંચાયત પાસેથી જીગર જશુજી અખુજા (જાતે-ઠાકોર, ધંધો-ખેતી,રહે.ખારા ઇન્દીરાનગર સોસાયટી, તા. જોટાણા, જિ. મહેસાણા) ને તેની પાસેના નંબર પ્લેટ વગરના ડ્રીમ યોગા બ્રાઉન કલરની મોટરસાયકલના પંચો રૂબરૂ એન્જીન અને ચેસીસ નંબર તપાસ્યા હતા..
આર.ટી.ઓ નંબરની ખાત્રી તપાસ કરતાં આ મોટરસાયકલ ચોરી બાબતે ઉંઝા પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ.એ.ગુન્હો રજીસ્ટર નંબર-૧૧૨૦૬૦૩૩૨૬૦૭૧૫/૨૬ મુજબ ભારતીય ન્યાય સહિતા ૨૦૨૩ ની કલમ-૩૦૩(૨) હેઠળ ગુન્હો દાખલ થયેલો હોવાનું સામે આવ્યું હતું.આરોપી પાસે મોટરસાયકલના આધાર પુરાવા માંગતાં તે પોતાની પાસે ન હોવાનું જણાવ્યું હતું અને સંતોષકારક જવાબ આપતો ન હોવાથી તેની સઘન પુછપરછ કરવામાં આવી હતી. પુછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે તેણે કોઈ ભાઈ દ્વારા ઉંઝામાંથી ચોરી કરી લાવેલી મોટરસાયકલ સસ્તામાં ખરીદી લીધી છે.આ આરોપીને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ કલમ ૩૫(૧) ઈ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ સારૂ ઉંઝા પોલીસ સ્ટેશન સોપી આપવામાં આવ્યો છે.લોકલ ક્રાઇમ બ્રાન્ચ મહેસાણા દ્વારા કિંમત રૂ.30,000/-ની મોટરસાયકલ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી લીધી છે.આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ એમ કામળીયા,પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.ડી.કાકરેચા,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પિયુષકુમાર નગીનભાઈ,પોલીસ કોન્સ્ટેબલ વિશ્વનાથસિંહ પ્રતાપસિંહ,પોલીસ કોન્સ્ટેબલ રાજેશજી ચુનાજી,પોલીસ કોન્સ્ટેબલ જોરાજી કડવાજી અને પોલીસ કોન્સ્ટેબલ મનુજી ફતેસિંહનો મહત્વનો ફાળો છે.