शिक्षा
રાજ્યપાલની ઉપસ્થિતિમાં ‘માટી અને માણસાઈ’ પુસ્તકનું વિમોચન
ગુજરાતના માન.રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં હાથીજણના રાધે ઉપવન રિસોર્ટમાં ધર્મશીભાઈ મોરડીયાના પ્રેરણાદાયી જીવનકથા પર આધારિત પુસ્તક ‘માટી અને માણસાઈ’નું વિમોચન થયું.
ગુજરાતના માન.રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની વરદ હસ્તે હાથીજણ સ્થિત રાધે ઉપવન રિસોર્ટ ખાતે ધર્મશીભાઈ મોરડીયાના પ્રેરણાદાયી જીવનકથા પર આધારિત પુસ્તક ‘માટી અને માણસાઈ’નું વિમોચન થયું. પુસ્તકનું લેખન સ્નેહી શ્રી હરેશભાઈ મોરડીયાના પૂજ્ય પિતાશ્રી માન. શ્રી ધર્મશીભાઈ દ્વારા કરવામાં આવ્યું છે.
પુસ્તકમાં માનવીય મૂલ્યો, સંસ્કાર અને જીવનના ગાઢ અનુભવોને વિગતવાર રજૂ કરવામાં આવ્યા છે, જે આવનારી પેઢીઓ માટે માર્ગદર્શક બની શકે છે. ઉપસ્થિત મહેમાનો અને લેખકોએ પુસ્તકને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટેનું સાધન ગણાવી, તેના મહત્વને ભારપૂર્વક દર્શાવ્યું.
ઉપસ્થિત તમામ વ્યક્તિઓએ પુસ્તકને દીવાદાંડી સમાન બની રહે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી, જેથી તેના વિચારો અને મૂલ્યો ભવિષ્યની પેઢીઓ સુધી પહોંચે. આ પ્રસંગે પુસ્તકને પ્રોત્સાહિત કરવા અને વાંચન પ્રત્યેની રસને વધારવા માટે વિવિધ ચર્ચાઓ અને વિચારવિમર્શ પણ થયા.