🔥 TRENDING తణుకు 21, 22, 23 వార్డులలో కొత్త ప్రాం... తణుకు 21, 22, 23 వార్డులలో కొత్త ప్రాం... ಬ್ರಿಟಿಷರ ದಬ್ಬಾಳಿಕೆಯ ವಿರುದ್ಧ ಕೆಚ್ಚೆದೆಯಿ... తణుకు నియోజకవర్గంలో 56 MPTC స్థానాల నా... Yogi Adityanath Urges Uttar Pradesh Of... Actor Sai Ketan Rao hopes to feature i...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહીસાગર જિલ્લા આચાર્ય સંઘનું અધિવેશન યોજાયું

✍️ Reporter: Burhaan Sibhai 🗓 24 Oct 2026, 08:30 AM 👁 38
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આચાર્ય સંઘનું વર્ષ ૨૦૨૬નું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયું. જેના અધ્યક્ષ તરીકે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ મહામંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા
આ અધિવેશનમાં રાજ્ય આચાર્ય સંઘના અધ્યક્ષ ભાનુપ્રસાદ પટેલ, પૂર્વ અધ્યક્ષ જે પી પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી એન.ડી મુનિયા, બોર્ડ સદસ્ય વિનોદભાઈ પટેલ, બાબુભાઈ પટેલ તેમજ ઘટક સંઘોના પ્રમુખ, મંત્રી અને મહિસાગર જિલ્લાના સારસ્વતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. અધિવેશનમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા નિવૃત્ત થયેલ સારસ્વતો નું સન્માન કરવામાં આવ્યું ઉપરાંત આચાર્યના તેજસ્વી સંતાનોને પ્રોત્સાહિત કરાયા હતાં, જિલ્લાકક્ષાએ શ્રેષ્ઠ શાળાઓ તરીકે પસંદ કરાયેલ શાળાઓને એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા .આ અધિવેશનમાં વક્તાઓ અને મહાનુભાવો દ્વારા શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરવો, શાળા સંચાલનને વધુ અસરકારક બનાવવું, વહીવટી કામગીરીમાં સરળતા લાવી તથા શિક્ષણ વિભાગ અને શાળાના આચાર્યો વચ્ચે સંકલન વધુ મજબૂત બનાવવા ઉપર ભાર મૂકાયો હતો. મહીસાગર જિલ્લા આચાર્ય સંઘના મહામંત્રી શ્રી ડી.કે.સોલંકી દ્વારા વિસ્તૃત અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ ગિરીશભાઈ પટેલ ના નેતૃત્વ હેઠળ જિલ્લા આચાર્ય સંઘના તમામ હોદ્દેદારો કારોબારી સભ્યો અને ઘટક સંઘોના હોદ્દેદારો દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ઉઠાવેલ જહેમત બદલ સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો
📲Get App