🔥 TRENDING डिंडौरी के झनकी गांव में सड़क दुर्घटना... नौ रूपों में माता की प्रतिमा बैहर-बिरसा के 100 गांवों में चलेगा विश... दुर्गा पूजा के बाद तालाबों की सफाई में... રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૬ની પૂર્વ તૈયાર... ग्राम पंचायत बिड़ला में सरपंच व वार्ड...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પાટણના અદગામે નવીન આયુષ્માન આરોગ્ય ધામના મકાનનું લોકાર્પણ કરાયું

✍️ Reporter: Atul Thakor 🗓 24 Oct 2026, 07:04 PM 👁 21
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પાટણના અદગામે નવીન આયુષ્માન આરોગ્ય ધામના મકાનનું લોકાર્પણ કરાયું

અદગામ, સમી: પાટણ જિલ્લાના સમી તાલુકાના અદગામ ગામે આજે નવીન આયુષ્માન આરોગ્ય ધામના મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના આગેવાનો, પંચાયતના પ્રતિનિધિઓ, સામાજિક કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યલક્ષી સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા તેમજ ગ્રામજનોને સ્થાનિક કક્ષાએ આરોગ્ય સેવાઓનો લાભ મળી રહે તે હેતુથી અદગામ ગામે નવીન આયુષ્માન આરોગ્ય ધામના મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સુવિધાથી ગામના નાગરિકોને આરોગ્ય સેવાઓ મેળવવામાં સરળતા રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

આ લોકાર્પણ પ્રસંગે અમરાપુર તાલુકા પંચાયતના ડેલિગેટ રાણા મહેશભાઈ, અદગામ ગ્રામ પંચાયતના સરપંચ રાણા મનુભાઈ, અદગામ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ સોભાજી ઠાકોર, સમી તાલુકા ઠાકોર સેનાના મહામંત્રી ઠાકોર દિનેશજી સહિત રમેશજી, દલસુખજી, સાગરજી, દશરથજી, ભરતજી, લક્ષ્મણજી તેમજ ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનોએ ગામમાં આરોગ્યલક્ષી સુવિધાના વિકાસને આવકાર્યો હતો.
📲Get App