🔥 TRENDING ವಾಲ್ಮೀಕಿ ಜಯಂತೋತ್ಸವ 2026ರ ಅಂಗವಾಗಿ ದಾವಣಗ... વઢવાણમાં શ્રી ઔદિચ્ય બ્રાહ્મણ મહિલા સં... UNICEF and Gavi slash Mosquirix malari... रोज़ाना चुनावी पुनरीक्षण अभियान का निर... Indian investors push green bond value... Indian Organic Fruits See 20% Export S...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

છોટાઉદેપુરની જમીન દફતર કચેરીના નિવૃત્ત સર્વેયર વિરુદ્ધ ૧.૭૧ કરોડ રૂ.ની અપ્રમાણસર મિલકત બાબતે સાબરકાંઠા એસીબીમાં ગુનો દાખલ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 24 Oct 2026, 03:31 PM 👁 21
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં નિવૃત્ત સર્વેયર મહમદભાઈ મનસુરી વિરુદ્ધ અપ્રમાણસર મિલકત વસાવ્યાના આરોપે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે..

સાબરકાંઠામાં-:
અપ્રમાણસર મિલકત વસાવ્યાના આરોપે એસીબી દ્વારા મહત્વનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આ કામનામાં નિવૃત્ત સર્વેયર (વર્ગ-૩) મહમદભાઈ ગફુરભાઈ મનસુરીને આરોપી તરીકે ઓળખવામાં આવ્યા છે.તેઓ છેલ્લે જિલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરી,છોટાઉદેપુર,જિલ્લો વડોદરા ખાતે ફરજ બજાવતા હતા અને હાલમાં પરબડા,તાલુકો હિંમતનગર,જિલ્લો સાબરકાંઠામાં રહે છે.તપાસ દરમિયાન જણાયું છે કે આરોપીએ તારીખ ૧/૪/૨૦૧૫ થી ૩૧/૩/૨૦૨૫ સુધીની પોતાની ફરજ દરમિયાન કાયદેસર આવકના સાધનોમાંથી મેળવેલી કાયદેસર આવક રૂ.૧,૭૯,૬૬,૯૯૮/- ના પ્રમાણમાં રૂ.૧,૭૧,૮૩,૮૪૦/- એટલે કે ૯૫.૬૪ ટકા વધુ મિલકતો અને ખર્ચ કરેલો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફલીત થયું છે..

આરોપીએ પોતાની કાયદેસર ફરજ દરમિયાન જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી, ઇરાદાપુર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે વિવિધ ગેરકાયદેસર રીત રસમો અપનાવી નાણાં મેળવ્યા અને તેનો ઉપયોગ કરી પોતાના તથા પરિવારના નામે રોકાણ કર્યું હોવાનો આરોપ છે.નાયબ નિયામક હરેશ મેવાડાના માર્ગદર્શન અને એસીબી ગાંધીનગર એકમના મદદનીશ નિયામક એ.કે. પરમારના સુપરવિઝન હેઠળ, સાબરકાંઠા એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એ.ડી. સુથારે સરકાર તરફે ફરીયાદી બની આ ગુનો દાખલ કર્યો છે. સાબરકાંઠા એસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નં. ૦૩/૨૦૨૬ તારીખ ૨૩/૧૦/૨૦૨૬ ના રોજ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ ની કલમ ૧૩(૧)(ઈ) તથા ૧૩(૨) તેમજ કલમ ૧૩(૧)(બી) તથા ૧૩(૨) મુજબ દાખલ કરવામાં આવ્યો છે.સદર ગુનાની તપાસ મહેસાણા એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એસ.ડી.ચાવડા ચલાવી રહ્યા છે.નોંધનીય છે કે આરોપી અગાઉ મેટેનન્સ સર્વેયર (વર્ગ-૩) તરીકે જમીન દફતરની કચેરી દહેગામ,જિલ્લો ગાંધીનગર ખાતે ફરજ બજાવતા હતા. તે દરમિયાન ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નં. ૦૪/૨૦૧૩ થી રૂ. ૧૦,૦૦૦/- ની લાંચનો ગુનો દાખલ થયેલો હતો..

એસીબીએ નાગરિકોને આહવાન કર્યું છે કે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી સરકારી કામ અર્થે લાંચની માંગણી કરે તો તેની જાણ એસીબી કચેરીના ટોલ ફ્રી નંબર ૧૦૬૪, ફોન નંબર ૦૭૯-૨૨૮૬૬૭૭૨, ફેક્સ નંબર ૦૭૯-૨૨૮૬૯૨૨૮, ઈ-મેઈલ: astdir-acb-f3@gujarat.gov.in, નંબર ૯૦૯૯૯ ૧૧૦૫૫ તથા સાબરકાંઠા એસીબી પોલીસ સ્ટેશન, હિંમતનગરના સંપર્કમાં કરવામાં આવે.
📲Get App