अपराध
અરવલ્લી પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા ૭ વર્ષથી ફરાર પ્રોહીબીશન ગેઝેટ આરોપીને સુરતથી પકડી પાડ્યો..
यहाँ देखें:
▶️ YouTube
અરવલ્લી જીલ્લા પેરોલ ફર્લો સ્ક્વોડે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન કાયદા હેઠળના ગુનામાં ૭ વર્ષથી નાસતા ફરતા ગેઝેટ આરોપીને સુરત શહેરમાંથી પકડી પાડ્યો છે..
અરવલ્લીમાં-:
પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટેની તજવીજમાં મોટી સફળતા મળી છે. જીલ્લા પેરોલ ફર્લો સ્ક્વોડે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશન કાયદા હેઠળના ગુનામાં છેલ્લા ૭ વર્ષથી ફરાર રહેલા ગેઝેટ આરોપીને સુરત શહેરમાંથી પકડી પાડ્યો છે.આ પકડ અધિકારીઓની સૂચનાઓ અનુસવામાં આવેલી પરિણામલક્ષી કામગીરીનો પરિણામ છે.નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) તથા અરવલ્લી-મોડાસા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજાએ જીલ્લામાં પેરોલ ફર્લો તથા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી.આ સૂચનાઓ અનુસાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.પી. સોલંકી અને પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફે સુરત શહેર વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી. દરમિયાન, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર સોમાભાઈને બાતમી મળી કે આરોપી પ્રેમારામ ભાણારામ ચૌધરી સુરતના ડભોલી વિસ્તારમાં રહે છે..
બાતમીના આધારે પોલીસે સુરતના ગોગા સર્કલ ડભોલી વિસ્તારમાંથી આરોપીને પકડી પાડ્યો છે.પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનું નામ ચૌધરી પ્રેમારામ ભોનારામજી ઉર્ફે ભાણારામજી હોવાનું કહ્યું હતું. તેની રહેઠાણની જગ્યા અમદાવાદના ખોખરા વિસ્તારમાં હોવાનું જણાવ્યું હતું, જ્યારે તેનું મૂળ રહેઠાણ રાજસ્થાનના પાલી જીલ્લામાં છે.આરોપીએ કબૂલાત કરી હતી કે તેની માલિકીની ગાડી સાત વર્ષ પહેલા ઇંગ્લીશ દારૂ સાથે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલી હતી અને તે દિવસથી તે આ ગુનામાં ફરાર હતો.આરોપીને ગેઝેટ મુજબના નાસતા ફરતા હોવાથી તેને મોડાસા પેરોલ ફર્લો સ્ક્વોડની ઓફિસ લાવાઈ અને ધોરણસરની કાર્યવાહી કરી હતી. તા. ૨૪/૧૦/૨૦૨૬ ના ક. ૦૩/૩૦ વાગે ભારતીય નાગરીક સુરક્ષા સહીત કલમ ૩૫(૧)(જે) મુજબ તેની અટક કરવામાં આવી છે.આરોપીને ગુનાની તપાસના કામમાં ઘટતી કાર્યવાહી માટે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.આ પ્રશંસનીય કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.પી.સોલંકી,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર સોમાભાઈ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશકુમાર સવજીભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ કિશનસિંહ અને ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ ભરતકુમાર ચંપકલાલનો સમાવેશ થાય છે.