🔥 TRENDING आज विशाल जनसभा में असद साहब का आगमन रामगढ़ में सरपंच एवं पंच चुनाव में मतद... अलोक कुमार के गाने ने उत्तर प्रदेश, बि... Fadnavis Urges Maharashtra Voters to T... Farmer Leader Sarvan Singh Pandher Lau... Man Beats Wife Publicly in Ludhiana’s...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ ખાતે અમરેલી જિલ્લાના ખેડૂતોની પ્રાકૃતિક ખેતી અંગેની એક દિવસીય મુલાકાત યોજાઈ

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 24 Oct 2026, 12:04 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ ખાતે અમરેલી જિલ્લાના ખેડૂતોની પ્રાકૃતિક ખેતી અંગેની એક દિવસીય મુલાકાત યોજાઈ

પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો વિષયક માહિતી માર્ગદર્શન મેળવતા અમરેલીના ખેડૂતો

અમરેલી તા. ૨૩ ઓક્ટોબર
ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ ખાતે કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલી તથા ફ્રેન્ડ્સ ઓફ વિમેન વર્લ્ડ બેંકિંગ (FWWB)ના સંયુક્ત ઉપક્રમે અમરેલી જિલ્લાના ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અંગેની એક દિવસીય અભ્યાસ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભ્યાસ મુલાકાતમાં અમરેલી જિલ્લાના હડાળા, ડેરી પીપરીયા, સનાળા, માયાપાદર, ચિત્તલ, લુણીધાર, નાના આંકડિયા અને ખરી ખીજડિયા સહિતનાં વિવિધ ગામોના કુલ ૩૫ ખેડૂતોએ ભાગ લીધો હતો. જેમાં ૨૪ મહિલા ખેડૂતો અને ૧૧ પુરુષ ખેડૂતોનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. સી. કે. ટિમ્બડિયા સાથે ખેડૂતોનો સંવાદ યોજાયો હતો. કુલપતિશ્રીએ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું મહત્ત્વ સમજાવી, ખેતીમાં સ્થાનિક સંસાધનોના મહત્તમ ઉપયોગ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વધુમાં, પ્રાકૃતિક ખેતી, ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો અને માનવ સ્વાસ્થ્ય વચ્ચેના સંબંધ અંગે સમજણ આપી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા.

મુલાકાતના ભાગરૂપે યુનિવર્સિટીના સંશોધન નિયામક શ્રી ડૉ. જી. ડી. વડોદરિયાના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક ખેતીના વિવિધ મોડેલોની મુલાકાત કરાવવામાં આવી હતી. આ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની વિવિધ પદ્ધતિઓ, તેના વ્યવહારુ અમલીકરણ તથા ટકાઉ કૃષિ વ્યવસ્થામાં તેના મહત્વ અંગે પ્રત્યક્ષ માહિતી પૂરી પાડવામાં આવી હતી. ખેડૂતોને કૃષિ ક્ષેત્રે સંગઠિત થવાના મહત્વ તથા આર્થિક સશક્તિકરણની તકો અંગે માહિતગાર કરવાના હેતુથી ખેડૂત ઉત્પાદક સંગઠન (FPO) અને ખેડૂત ઉત્પાદક કંપની (FPC) વિષય પર પણ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત ખેડૂતોને સામૂહિક વ્યવસ્થાપન, કૃષિ પેદાશોના મૂલ્યવર્ધન તથા સંગઠિત માળખા દ્વારા કૃષિ વ્યવસાયને વધુ સક્ષમ બનાવવાની દિશામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ અભ્યાસ મુલાકાતના માધ્યમથી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની વિવિધ પદ્ધતિઓ, દેશી ગાય આધારિત ખેતી, પોષક તત્વોનું વ્યવસ્થાપન, જમીનના સ્વાસ્થ્યમાં સૂક્ષ્મજીવોનું મહત્વ તથા ખેડૂત ઉત્પાદક સંગઠનોની કામગીરી અંગે ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અંગે વૈજ્ઞાનિક સમજ વિકસાવવા, પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓના વ્યવહારુ અમલીકરણને પ્રોત્સાહન આપવા તથા કૃષિ ક્ષેત્રે ખેડૂતોની ક્ષમતા વૃદ્ધિ કરવાનો હતો.

આ અભ્યાસ મુલાકાતનું આયોજન કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલીના આચાર્યશ્રી ડૉ. એસ. પી. દેશમુખના માર્ગદર્શન હેઠળ મદદનીશ પ્રાદ્યાપક ડૉ. કે. વી. મશાલિયા તથા ખેતી અધિકારી શ્રી એચ. વી. વળિયા દ્વારા સંકલન કરવામાં આવ્યું હતું.
📲Get App