🔥 TRENDING मथुरा में ब्रजराज उत्सव का भव्य शुभारं... रक्षा सचिव राजेश सिंह को मिला एक वर्ष... इतना बड़ा गुनहगार इतनी ऊंचे पद पर ગુજરાતી પ્રતિનિધિ મંડળે દક્ષિણ કોરિયામ... चानणा धाम में 56वां वार्षिक महोत्सव: श... पार्षद का सफाईकर्मियो ं ने किया अभिनंद...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માંડલ તાલુકાના સર્વાંગી વિકાસને નવી ગતિ!

✍️ Reporter: Gilani Asikali 🗓 24 Oct 2026, 08:24 PM 👁 58
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજે બાલા હનુમાન આશ્રમ, શેર ગામથી માંડલ તાલુકાના સર્વાંગી વિકાસના સંકલ્પ સાથે ₹33.76 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ધારાસભ્યશ્રી હાર્દિક પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું.આ અંતર્ગત માંડલ તાલુકાના ખૂબ જ મહત્વપૂર્ણ માંડલ-દાલોદ રોડને ₹18 કરોડના ખર્ચે 7 મીટર પહોળો બનાવવામાં આવશે, ₹2.80 કરોડના ખર્ચે દાલોદ-વનપરડી-નાયકપુર રોડ અને ₹2.30 કરોડના ખર્ચે શેર-રખીયાણા રોડનું પુનઃનિર્માણ કરવામાં આવશે. ઉપરાંત, ₹8 કરોડના ખર્ચે માંડલ-રખીયાણા રોડ પર નાળાનું નિર્માણ તથા દાલોદ ગામની કાંસમાં ખેડૂતોની સુવિધા માટે ₹51 લાખના ખર્ચે નાળું બનાવવામાં આવશે. સાથે જ, વરસાદી પાણીનો સંગ્રહ કરી ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવવાના હેતુથી ₹2.16 કરોડના ખર્ચે 13 ગામોમાં 45 રિચાર્જિંગ બોર બનાવવામાં આવશે, જે આવનારા સમયમાં ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે.ધારાસભ્યશ્રી હાર્દિક પટેલે કહ્યું કે આ તમામ વિકાસકાર્યોના પરિણામે ગ્રામ્ય વિસ્તારોમાં પરિવહનની સુવિધા વધુ સુદૃઢ બનશે, ખેડૂતોને સિંચાઈ અને જળસંચયમાં લાભ મળશે તથા માંડલ તાલુકાના સર્વાંગી વિકાસને નવી દિશા અને ગતિ મળશે.આ પ્રસંગે પૂજ્ય રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજીનો શુભેચ્છા સંદેશ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, ભાજપના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App