अपराध
સાબરકાંઠામાં સર્વેલન્સ સ્કોડ દ્વારા સજા વોરંટના આરોપી પરેશભાઈ પટેલની ધરપકડ..
यहाँ देखें:
▶️ YouTube
સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ કોર્ટના ફોજદારી કેસમાં સજા વોરંટ પર ભાગેલા આરોપી પરેશભાઈ કચરાભાઈ પટેલને પોલીસ સર્વેલન્સ સ્કોડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે..
સાબરકાંઠામાં-:
પોલીસ દ્વારા સજા વોરંટ પર ભાગેલા આરોપીઓને પકડવા માટે વિશિષ્ટ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) તથા પોલીસ અધિક્ષક ડોકટર પાર્થરાજસિંહ ગોહિલ (સાબરકાંઠા) દ્વારા આરોપીઓને ઝડપી લેવા સુચનાઓ આપવામાં આવી હતી.આ સંદર્ભમાં એ.કે.પટેલ (વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક, હિંમતનગર) ના માર્ગદર્શન હેઠળ ડી.આર.પઢેરીયા (પોલીસ ઇન્સ્પેક્ટર) તથા સર્વેલન્સ સ્કોડના ઇન્ચાર્જ એન.સી.ગોહિલ (પોલીસ સબ ઇન્સ્પેક્ટર) સહિતની ટીમને સતત વોચ તપાસમાં રહી આવા ઇસમોને પકડવા સુચનો કરવામાં આવ્યા હતા..
આ સુચનોના આધારે સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ સતત તપાસમાં રહેલા હતા. તે દરમિયાન મળેલી બાતમીની હકીકતના આધારે એડી.ચીફ જ્યુડી.મેજી.કોર્ટ પ્રાંતિજમાં નોંધાયેલા ફોજદારી કેસ નંબર ૧૦૨૦/૨૦૧૯ માં સજા વોરંટ પર ભાગેલા આરોપી પરેશભાઈ કચરાભાઈ પટેલ (રહે. અંબાવાડા, તા. પ્રાંતિજ, જિ. સાબરકાંઠા) ને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.આ પ્રશંસનીય કામગીરીમાં ડી.આર.પઢેરીયા (પોલીસ ઇન્સ્પેક્ટર), એન.સી.ગોહિલ (પોલીસ સબ ઇન્સ્પેક્ટર), આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જયેંદ્રસિંહ જોરાવરસિંહ, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર દિપકસિંહ જગતસિંહ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ નારણભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહ બળવંતસિંહ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સરદારસિંહ દિપસિંહ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સંદિપકુમાર ઇશ્વરભાઈ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હર્ષપાલસિંહ દિલિપસિંહ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.