🔥 TRENDING दीपावली को लेकर बालाघाट में कलेक्टर-एस... Biljli आजाद हिन्द फौज के स्थापना दिवस पर देशभ... उज्जैन: सीईओ श्री कुमट ने गर्भवती महिल... અંકલેશ્વર નિલેશ ચોકડી ઓવરબ્રિજ પર કન્ટ... પારડીમાં ૨૧ વર્ષીય યુવક ગુમ, પોલીસ શોધ...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અન્વયે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી લેવા જિલ્લાના ખેડૂત ખાતેદારોને અનુરોધ

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 23 Oct 2026, 09:30 AM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અન્વયે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી લેવા જિલ્લાના ખેડૂત ખાતેદારોને અનુરોધ

અમરેલી તા. ૨૨ ઓક્ટોબર
ભારત સરકાર દ્વારા Digital Public Infrastructure for Agriculture ના ભાગ રૂપે Agri stack Project અમલમાં મુકવામાં આવેલ છે. Agri stack Project હેઠળ ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોના રજીસ્ટ્રેશન માટે ફાર્મર રજીસ્ટ્રી વર્ષ ૨૦૨૪-૨૫થી અમલમાં મૂકવામાં આવેલ છે. જે અંતર્ગત દરેક ખેડૂતને આધાર આઈડી ની જેમ ૧૧ ડિજિટનો યુનિક ફાર્મર આઈડી આપવામાં આવે છે. ફાર્મર રજીસ્ટ્રીનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ લગત વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ રાજ્યના તમામ ખેડૂતોને સરળતાથી, પારદર્શક રીતે અને સમયસર પૂરો પાડવાનો છે.

ભારત સરકાર દ્વારા PM KISAN યોજનાના ખેડૂતો લાભાર્થીઓ માટે આગામી હપ્તો મેળવવા ફાર્મર રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવેલ છે. તેમજ રાજ્યના તમામ ખેડૂતોને ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ સહાયકારી યોજનાઓના લાભ સરળતાથી મેળવવા માટે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું ખૂબ જ જરૂરી છે. આથી, રાજ્યના તમામ ખેડૂત ખાતેદારોને તાત્કાલિક ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી લેવા અનુરોધ કરવામાં આવે છે.

ફાર્મર રજીસ્ટ્રેશન જે-તે ગામના VCE/VLE (ઓપરેટર) અથવા જનસેવા કેન્દ્ર મારફતે કરાવી શકાય છે. તદઉપરાંત ખેડૂત દ્વારા જાતે મોબાઈલ મારફતે https://gjfr.agristack.gov.in/farmer-registry-gf/#/ લિંક દ્વારા સેલ્ફ રજીસ્ટ્રેશન પણ કરી શકાય છે. ફાર્મર રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજ, આધાર કાર્ડ, આધારથી લિન્ક મોબાઈલ નંબર અને જમીનની વિગતો સાથે રાખવી/લઈ જવાની રહેશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
📲Get App