🔥 TRENDING Punjab Assembly Walkout: Congress MPs... Ludhiana Woman Dies After Bike Collisi... BJP Leader Sanjay Saravagi, MP Gopal J... Two More Arrested in Former MLA Atar S... भिंड कलेक्टर ने दी दीपावली पटाखा दुकान... Four dead as car plunges into ditch on...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે જીથુડી–રાંઢીયા માર્ગના રિસર્ફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 23 Oct 2026, 10:05 AM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે જીથુડી–રાંઢીયા માર્ગના રિસર્ફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત

આશરે રૂ. ૨ કરોડના ખર્ચે માર્ગનું રિસર્ફેસિંગ થતાં ગ્રામ્ય વિસ્તારના વાહનચાલકોને મળશે વધુ સુવિધા

અમરેલી, તા. ૨૨ ઓક્ટોબર
અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં કુંકાવાવ તાલુકાના જીથુડી મુકામે જીથુડી–રાંઢીયા માર્ગના રિસર્ફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે આશરે રૂ. ૨ કરોડના ખર્ચે હાથ ધરાનારા આ વિકાસકાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા હાથ ધરાનારા આ માર્ગના રિસર્ફેસિંગથી માર્ગની સપાટી વધુ સુદૃઢ બનશે અને સ્થાનિક નાગરિકો તેમજ વાહનચાલકોને અવરજવરમાં વધુ સુવિધા મળશે. ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ માળખાને મજબૂત બનાવવા અને પરિવહન વ્યવસ્થાને વધુ સુગમ બનાવવાની દિશામાં આ કાર્ય મહત્ત્વપૂર્ણ બની રહેશે.

રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓના વિકાસને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જીથુડી–રાંઢીયા માર્ગનું રિસર્ફેસિંગ કાર્ય પૂર્ણ થતાં સ્થાનિક લોકોને વધુ સારી માર્ગ સુવિધાનો લાભ મળશે તેમજ દૈનિક અવરજવર વધુ સરળ બનશે.

આ પ્રસંગે જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી ડેનીભાઇ પરમાર, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી આશિષ ભાઈ અકબરી, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, અગ્રણી શ્રી મધુભાઈ હરખાણી, શ્રી પી. વી. વસાણી, સ્થાનિક સરપંચ શ્રી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App